(Source: ECI/ABP News/ABP Majha)
Ind Vs Aus ODI Series: ટેસ્ટ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડે સીરિઝમાં ઝટકો, કમિન્સના બદલે સ્મિથ કરશે કેપ્ટનશીપ
કમિન્સે ગયા વર્ષે એરોન ફિન્ચની નિવૃત્તિ બાદ ODI ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝ પૂર્ણ થઈ ગઈ છે અને હવે વનડે સીરિઝ રમાવાની છે. સ્ટીવ સ્મિથ આ સપ્તાહના અંતમાં શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાં કેપ્ટનશીપ કરતો જોવા મળશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પુષ્ટી કરી છે કે પેટ કમિન્સ ભારત પરત નહીં ફરે.
Pat Cummins won’t return to India for the ODI leg of the tour #INDvAUS
— cricket.com.au (@cricketcomau) March 14, 2023
પેટ કમિન્સે તેની માતા મારિયાની સંભાળ લેવા માટે દિલ્હીમાં બીજી ટેસ્ટ બાદ પ્રવાસ છોડી દીધો હતો. ગયા અઠવાડિયે જ્યારે અમદાવાદમાં ફાઈનલ મેચ રમાઈ રહી હતી ત્યારે તેમની માતાનું સ્તન કેન્સરથી અવસાન થયું હતું. કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડે કહ્યું હતું કે પેટ પરત નહીં આવે, અમારા વિચારો પેટ અને તેના પરિવાર સાથે છે. તે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.
આનો અર્થ એ થયો કે શ્રેણીની છેલ્લી બે મેચોમાં ટેસ્ટ ટીમનું નેતૃત્વ કર્યા બાદ સ્મિથ કેપ્ટન તરીકે ચાલુ રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી મેચ ડ્રો રહી જેના કારણે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી.
કમિન્સે ગયા વર્ષે એરોન ફિન્ચની નિવૃત્તિ બાદ ODI ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી, પરંતુ તેણે અત્યાર સુધી માત્ર બે મેચમાં જ ટીમનું નેતૃત્વ કર્યું છે.
ભારત vs ઓસ્ટ્રેલિયા વન-ડે શ્રેણી
પ્રથમ મેચ - 17 માર્ચ, શુક્રવાર, મુંબઈ
બીજી મેચ - 19 માર્ચ, રવિવાર, વિશાખાપટ્ટનમ
ત્રીજી મેચ - 22 માર્ચ, બુધવાર, ચેન્નઈ
આ શ્રેણી 17 માર્ચથી શરૂ થશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી રમાનારી ત્રણ વનડે મેચોની શરૂઆત થશે. શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જ્યારે વનડે શ્રેણીની બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે. અને ત્રીજી અને અંતિમ મેચ 22 માર્ચે ચેન્નઈમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી તમામ ODI મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી તમામ ODI મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા પર કાંગારૂઓ ભારે છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 143 મેચ રમાઈ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 80 મેચ જીતી છે અને ભારતે 53 મેચ જીતી છે. જ્યારે 10 ODI મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.
ભારતની વનડે ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), યુઝવેન્દ્ર ચહલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, જયદેવ ઉનડકટ, વોશિંગ્ટન સુંદર, સૂર્યકુમાર યાદવ.
ઓસ્ટ્રેલિયા વનડે ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોસ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.