IND Vs AUS Playing 11: ઐય્યર-અશ્વિનની વાપસી પર નજર, ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાં આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વન-ડે મેચની સીરિઝ રમાશે. વર્લ્ડકપ પહેલા ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે
IND vs AUS Playing 11: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વન-ડે મેચની સીરિઝ રમાશે. વર્લ્ડકપ પહેલા ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત-ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીની પ્રથમ મેચ આજે મોહાલીમાં રમાશે. શુક્રવારે બંને ટીમો સામસામે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ તેના નિયમિત કેપ્ટન રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી જેવા ખેલાડીઓ વિના રહેશે.
આવી હોઇ શકે છે ભારતીય ટીમની પ્લેઇંગ 11
ઋતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલ ભારત માટે ઓપનર તરીકે જોવા મળી શકે છે. આ પછી ઈશાન કિશન નંબર-3 પર બેટિંગ કરશે. આ સિવાય મિડલ ઓર્ડરમાં કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ હશે. રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર તરીકે રમશે. રવિ અશ્વિનને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. જ્યારે મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહને પણ સ્થાન મળશે તે નક્કી છે. એવું માનવામાં આવે છે કે મોહમ્મદ સિરાજ પ્રથમ વનડે મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહીં હોય.
શું રવિ અશ્વિન અને શ્રેયસ તકનો લાભ ઉઠાવી શકશે?
ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પ્રશંસકોની નજર શ્રેયસ ઐય્યર અને રવિ અશ્વિન પર રહેશે. વાસ્તવમા શ્રેયસે એશિયા કપમાં વાપસી કરી હતી પરંતુ તે વધુ મેચ રમી શક્યો ન હતો. રવિ અશ્વિન લગભગ 18 મહિના પછી ભારતીય વનડે ટીમમાં વાપસી કરી રહ્યો છે. અક્ષર પટેલની જગ્યાએ રવિ અશ્વિનને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. રવિ અશ્વિન માટે ભારત-ઓસ્ટ્રેલિયા વનડે સીરીઝ ઘણી મહત્વની માનવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે જો રવિ અશ્વિનનું પ્રદર્શન સારું રહેશે તો આગામી વર્લ્ડ કપ માટે દરવાજા ખુલી શકે છે.
ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ 11
ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, ઈશાન કિશન, કેએલ રાહુલ (કેપ્ટન), શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ 11
ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, માર્કસ સ્ટોઈનિસ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા અને તનવીર સંઘા.