શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી રોહિત શર્મા થઇ શકે છે ટીમ ઇન્ડિયામાંથી બહાર, જાણો શું છે કારણ
રોહિત શર્મા અને ઇશાંત શર્મા હાલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે, અને પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યાં છે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે આગામી ત્રણ કે ચાર દિવસમાં રોહિત શર્મા અને ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રવાના થાય તેમ લાગતુ નથી. આ પહેલા ટીમ ઇન્ડિયાના કૉચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે રોહિત શર્મા અને ઇશાંત શર્મા આગામી ચાર કે પાંચ દિવસમાં ઓસ્ટ્રેલિયા નથી પહોંચતા તો બન્ને ખેલાડીઓ ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઇ શકે છે.
રોહિત શર્મા અને ઇશાંત શર્મા હાલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે, અને પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યાં છે. ઇશાંત શર્માને ઇજાના કારણે આઇપીએલ 13માંથી બહાર થવુ પડ્યુ હતુ, જ્યારે રોહિત શર્મા હેમસ્ટ્રીંગ ઇન્જરીના કારણે કેટલીક મેચો ન હતો રમી શક્યો.
એકદમ કડક છે ક્વૉરન્ટાઇન નિમય
રોહિત અને ઇશાંત માટે ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટો મુશ્કેલી ક્વૉરન્ટાઇનના કડક નિયમો છે ઓસ્ટ્રેલિયામાં પહોંચવા પર કોઇપણ વ્યક્તિ માટે 14 દિવસ ક્વૉરન્ટાઇન રહેવુ જરૂરી છે. ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 17 ડિસેમ્બરે રમાશે. એટલા માટે જો રોહિત શર્મા અને ઇશાંત શર્મા આગામી ત્રણ કે ચાર દિવસમાં ઓસ્ટ્રેલિયા નથી પહોંચતા તો કમ સે કમ આ બન્ને ખેલાડીઓ પહેલી ટેસ્ટ નહીં રમી શકે.
રવિ શાસ્ત્રીએ રવિવારે કહ્યું- જો તમારે ટેસ્ટ સીરીઝમાં ભાગ લેવો છે તો આગામી ત્રણ કે ચાર દિવસની ફ્લાઇટ લેવી પડશે, નહીં તો તમારા માટે એકદમ મુશ્કેલી ઉભી થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા ક્વૉરન્ટાઇનના નિયમ કડક હોવાના કારણે રોહિત શર્મા અને ઇશાંત શર્મા બન્ને ટેસ્ટમાંથી બહાર થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દેશ
દેશ
Advertisement