IND vs AUS, 2nd Test: દિલ્હી ટેસ્ટમાં ભારતની શાનદાર જીત, કાંગારુઓને 6 વિકેટથી હરાવ્યા
IND vs AUS, 2nd Test, Arun Jaitley Stadium: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી ટેસ્ટના ત્રીજા દિવસની રમત રમાઇ રહી છે, બન્ને ટીમોની પ્રથમ ઇનિંગ પુરી થઇ ચૂકી છે, અને બીજી ઇનિંગની શરૂઆત થઇ છે.

Background
IND vs AUS, 2nd Test, Arun Jaitley Stadium: બીજી ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસની રમત રમાઇ રહી છે. બીજા દિવસે ઓસ્ટ્રેલિયા ટીમ બીજી ઇનિંગમાં 12 ઓવર રમીને 1 વિકેટના નુકશાને 61 રન બનાવી દીધા હતા, આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ભારત પર 62 રનની લીડ મેળવી લીધી હતી.
ટીમ ઇન્ડિયાની સીરીઝમાં 2-0થી લીડ
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી સીરીઝની ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમે 2-0થી લીડ બનાવી લીધી છે. રોહિત એન્ડ કંપનીએ શરૂઆતની બન્ને ટેસ્ટ મેચોમાં નાગપુર અને દિલ્હીમાં શાનદાર જીત બાદ લીડ બનાવી લીધી છે. હવે આગામી મેચ ઇન્દોરના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, આ પછી ચોથી મેચ અમદાવાદ સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ માટે ભારતીય ટીમ માટે આ ટેસ્ટ સીરીઝ ખુબ જ મહત્વની છે.
બીજી ઇનિંગમાં ભારતની શાનદાર બેટિંગ
દિલ્હીમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરતાં 6 વિકેટથી જીત હાંસલ કરી લીધી છે. બીજી ઇનિંગમાં કાંગારુઓ તરફથી મળેલા 115 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રોહિત એન્ડ કંપનીએ શાનદાર બેટિંગ કરીને જીત હાંસલ કરી લીધી. ભારતની વાત કરીએ તો, બીજી ઇનિંગમાં ત્રીજા દિવસની બેટિંગ દરમિયાન કુલ 26.4 ઓવરની રમત રમાઇ, જેમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટો ગુમાવીને 118 રન કરીને મેચ જીતી લીધી હતી. આ ઇનિંગમાં સૌથી વધુ કેપ્ટન રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ 31-31 રનોની ઉપયોગી ઇનિંગ રમી હતી, આ પછી શિકર ભરતે 23 રન, વિરાટ કોહલીએ 20 રન અને શ્રેયસ અય્યરે 12 રન બનાવ્યા હતા.




















