શોધખોળ કરો
Advertisement
કોહલી જેવા હાલ થયા પેનના, બીજી ટેસ્ટમાં હારથી નિરાશ કેપ્ટન પેને કોના પર ફોડ્યુ હારનુ ઠીકરુ, જાણો વિગતે
પ્રથમ ટેસ્ટમા કોહલીની સ્થિતિ હતી તેવી જ સ્થિતિ બીજી ટેસ્ટમાં કેપ્ટન ટિમ પેનની થઇ છે. પેને હાર બાદ તમામ દોષ બેટ્સમેનો પર ઠાલવ્યો છે
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બૉક્સિંગ ડે ટેસ્ટમાં ભારતનો આઠ વિકેટે વિજય થયો છે, આ સાથે ભારતે સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. બીજી ટેસ્ટમાં ભારતની જીત અને ઓસ્ટ્રેલિયાની હારથી કાંગારુ કેપ્ટન ટિમ પેન દુઃખી થયો છે. પ્રથમ ટેસ્ટમા કોહલીની સ્થિતિ હતી તેવી જ સ્થિતિ બીજી ટેસ્ટમાં કેપ્ટન ટિમ પેનની થઇ છે. પેને હાર બાદ તમામ દોષ બેટ્સમેનો પર ઠાલવ્યો છે.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેને મેચ બાદ કહ્યું કે અમારી ટીમ એકદમ ખરાબ રીતે રમી છે, હું આનાથી ખુબ નિરાશ થયો છું. ખાસ વાત છે કે ઓસ્ટ્રેલિયાનો કોઇપણ બેટ્સમેને બીજી ટેસ્ટમાં ટકી શક્યો નહીં, કોઇપણ બેટ્સમેન ફિફ્ટી પણ લગાવી શક્યો નહીં. જેના કારણે કાંગારુ ટીમ પ્રથમ ઇનિંગમં 195 રન અને બીજી ઇનિંગમાં માંડ 200 રન બનાવી શકી હતી.
મેચ બાદ પેને કહ્યું કે, ખુબ નિરાશાજનક, અમે ખરાબ રમ્યા, મેચમાં અમારુ પ્રદર્શન ખરાબ રહ્યું હતુ, ભારતને આ જીતનો શ્રેય આપવો જોઇએ. ભારતીય ટીમે અમને બૉલ, બેટ અને ફિલ્ડમાં મોટી ભૂલો કરાવી, અને એક ક્વૉલિટી ટીમની જેમ રમ્યા, અમારે આ કારણે હારનો સામનો કરવો પડ્યો. પેને કહ્યું અમારા બેટ્સમેનોએ ખરાબ પ્રદર્શન કર્યુ છે.
ભારતઃ અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયાઃ જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરુન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન અને જોશ હેજલવૂડ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion