IND vs AUS: વસીમ જાફરે પસંદ કરી નાગપુર ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ ઇલેવન, જાણો કોણે-કોણે આપ્યુ સ્થાન
વસીમ જાફરે અક્ષર પટેલને પહેલી ટેસ્ટ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવાનો ફેંસલો કર્યો છે.
IND vs AUS: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટીમને 9 ફેબ્રુઆરીથી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પહેલી ટેસ્ટ મેચ રમવાની છે. આને લઇને ક્રિકેટ પ્રેમીઓની વચ્ચે ભારો રોમાંચ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે પૂર્વ સ્ટાર બેટ્સમેને વસીમ જાફરે પ્રથમ નાગપુર ટેસટ્ માટે ટીમ ઇન્ડિયાની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન સિલેક્ટ કરી છે, જેમાં તેમને 2 મુખ્ય ખેલાડીઓને સામેલ નથી કર્યા. જુઓ કેવી છે પ્લેઇંગ ઇલેવન...
આ ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં જ્યાં શ્રેયસ અય્યર અનફિટ હોવાના કારણે રમતો નહીં જોવા મળે, વળી, ઋષભ પંત ડિસેમ્બર, 2022માં એક કાર દૂર્ઘટનામાં ઘાયલ થવાના કારણે મેદાનની બહાર છે, આ બન્ને હાલમાં સીરીઝમાં નથી રમી રહ્યાં છે. આ રિપ્લેસમેન્ટ પર વસીમ જાફરે શુભમન ગીલને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
વળી, તેમને વિકેટકીપર બેટ્સમેન તરીકે કેએસ ભરતને પોતાની ટીમમાં સામેલ કર્યો છે, આ ઉપરાંત વસીમે જે પહેલી ટેસ્ટ માટે જે પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે, તેમાં તેને 3 સ્પીનરને સામેલ કર્યા છે, જેમાં રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવનુ નામ સામેલ છે.
વસીમ જાફરે અક્ષર પટેલને પહેલી ટેસ્ટ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવાનો ફેંસલો કર્યો છે. તેને કહ્યું કે, તેની જગ્યાએ હાલમાં કુલદીપ યાદવ સારી લયમાં છે અને બૉલિંગમાં વેરાયટીમાં પણ જોવા મળશે.
ભારતયી ટીમનુ મધ્યક્રમ બની શકે છે મોટી સમસ્યા -
ઋષભ પંત અને શ્રેયસ અય્યર ટીમમાં ના હોવાના કારણે ભરતીય ટીમ માટે મધ્યક્રમ એક મોટી સમસ્યા બની શકે છે. નંબર 5 અને નંબર 6 પર ટીમ કયા ખેલાડીને મોકો આપશે, તે હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યુ. તમામને આશા છે કે, સૂર્યકુમાર યદાવને ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે. વળી, વિકેટકીપર તરીકે લાંબા સમયથી મોકો શોધી રહેલા કેએસ ભરતને પણ ચાન્સ મળી શકે છે.
Wasim Jaffer Playing 11: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શુભમન ગીલ, કેએસ ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
નોટઃ મિશેલ સ્ટાર્ક ઇજાના કારણે તે પહેલી ટેસ્ટમાં ભાગ નહીં લે, હવે જૉસ હેઝલવુડ પહેલી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે, કેમરુન ગ્રીન પણ હજુ સુધી ફિટ જાહેર નથી થયો.
ડીડી સ્પૉર્ટ્સ પર થશે મેચોનું લાઇવ ટેલિકાસ્ટ -
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની ચારેય મેચોનું ઓફિશિયલ બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉરટ્સ્ નેટવર્ક છે, પરંતુ આ ઉપરાંત ડીડી સ્પૉર્ટ્સ પર પણ ફેન્સ મેચને લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે. ડીડી સ્પૉર્ટસ પર ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની મેચો જોવા માટે ફેન્સને પૈસા નહીં ચૂકવવા પડે. વળી, આ ઉપરાંત ડિઝ્ની+પ્લસ હૉટસ્ટાર પર ફેન્સ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકશે. જોકે, ડિઝ્ની+ હૉટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે ફેન્સને પૈસા આપવા પડશે, પરંતુ ડીડી સ્પૉર્ટ્સ પર ફેન્સ મફતમાં લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે.
બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ -
9-13 ફેબ્રુઆરી - પ્રથમ ટેસ્ટ
17-21 ફેબ્રુઆરી - બીજી ટેસ્ટ
1-5 માર્ચ - ત્રીજી ટેસ્ટ
9-13 માર્ચ - ચોથી ટેસ્ટ