IND vs AUS WTC Final Day 4 Stumps: ચોથા દિવસની રમત પૂર્ણ, ભારતના 3 વિકેટે 164 રન, કોહલી-રહાણે અણનમ
IND vs AUS WTC Final 2023 Day 4 LIVE: અહીં તમને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચના ચોથા દિવસનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
LIVE

Background
ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 164 રન બનાવ્યા
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ચોથા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ભારતે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને હવે જીતવા માટે 280 રનની જરૂર છે. ભારત તરફથી વિરાટ કોહલી 44 રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે અજિંક્ય રહાણે 20 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ પહેલા કેપ્ટન રોહિત શર્માએ 43 રનની મહત્વની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે 270 રન બનાવીને બીજો દાવ ડિકલેર કર્યો હતો.
કોહલી-રહાણેએ અડધી સદીની ભાગીદારી પૂરી કરી
ભારત માટે બીજા દાવમાં વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ અડધી સદીની ભાગીદારી પૂરી કરી હતી. આ બંને બેટ્સમેનોએ 58 રનની ભાગીદારી નોંધાવી છે. રહાણે 19 રન બનાવીને રમી રહ્યો છે. કોહલીએ 39 રન બનાવ્યા છે. ભારતે 36 ઓવરમાં 151 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 293 રનની જરૂર છે.
ભારતે 23 ઓવરમાં 101 રન બનાવ્યા હતા
ભારતે 23 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 101 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 8 રન બનાવીને રમી રહ્યો છે. અજિંક્ય રહાણે હજુ ખાતું ખોલાવી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા માટે બીજી ઇનિંગમાં પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ અને નાથન લિયોને એક-એક વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો, પૂજારા આઉટ
ભારતની ત્રીજી વિકેટ પડી. ચેતેશ્વર પૂજારા 27 રન બનાવીને આઉટ થયો હતો. પેટ કમિન્સે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતે 20.4 ઓવરમાં 93 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 351 રનની જરૂર છે.
ભારતને પહેલો ફટકો, શુભમન આઉટ
ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ શુભમન ગિલના રૂપમાં પડી છે. તે 19 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. બોલેન્ડે શુભમનને શિકાર બનાવ્યો હતો. ભારતે 7.1 ઓવરમાં 41 રન બનાવ્યા છે. રોહિત શર્મા 22 રન બનાવીને રમી રહ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
