શોધખોળ કરો

IND vs BAN 1st Test: અશ્વિનની સદી, જાડેજાએ પણ બતાવ્યો પોતાનો રંગ, પહેલા દિવસે ટેસ્ટમાં ભારતનો દબદબો

IND vs BAN 1st Test 1st Day: ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટના પહેલા દિવસે 339 રન બનાવ્યા હતા. ભારતે ખરાબ શરૂઆત બાદ જોરદાર વાપસી કરી છે.

IND vs BAN 1st Test 1st Day: ભારતે ચેન્નાઈ ટેસ્ટના પહેલા દિવસે ગુરુવારે બાંગ્લાદેશ સામે જોરદાર વાપસી કરી હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવી લીધા હતા. ભારત માટે રવિચંદ્રન અશ્વિને જોરદાર પ્રદર્શન કર્યું હતું. અશ્વિન સદી ફટકાર્યા બાદ અણનમ રહ્યો હતો. રવિન્દ્ર જાડેજા પણ સદીની નજીક છે. તે 86 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ બંને વચ્ચે 195 રનની ભાગીદારી થઈ હતી. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 4 વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવી હતી. આ દરમિયાન 96 રનના સ્કોર પર 4 વિકેટ પડી ગઈ હતી. આ સાથે જ 144 રનના સ્કોર પર છ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી જાડેજા અને અશ્વિને ટીમની કમાન સંભાળી હતી. આ બંને વચ્ચે 195 રનની ભાગીદારી થઈ હતી. અશ્વિન અને જાડેજા પ્રથમ દિવસની રમતના અંત સુધી અણનમ રહ્યા હતા. યશસ્વી જયસ્વાલે અડધી સદી ફટકારી હતી.

અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી 

અશ્વિન આઠમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, પ્રથમ દિવસની રમતના અંત સુધી, તેણે 112 બોલનો સામનો કર્યો અને અણનમ 102 રન બનાવ્યા. અશ્વિનની આ ઇનિંગમાં 10 ફોર અને 2 સિક્સ સામેલ હતી. અશ્વિને જાડેજા સાથે મજબૂત ભાગીદારી રમી હતી. જાડેજાએ 117 બોલનો સામનો કરીને અણનમ 86 રન બનાવ્યા હતા. તેણે 10 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 118 બોલમાં 56 રન બનાવ્યા હતા. આ દરમિયાન 9 ચોગ્ગા ફટકાર્યા.

રોહિત-કોહલી અને ગિલ ફ્લોપ 

ટીમ ઈન્ડિયાએ 14 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. રોહિત 19 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. તેણે 8 બોલનો સામનો કર્યો. વિરાટ કોહલી 6 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. જોકે આ પછી રિષભ પંતે કેટલાક રન ઉમેર્યા હતા. તેણે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. પંતની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા સામેલ હતા. કેએલ રાહુલ 16 રન બનાવીને આઉટ થયો હતો.

હસને બાંગ્લાદેશને સારી શરૂઆત અપાવી 

ટીમ ઈન્ડિયાની પ્રથમ ચાર વિકેટ હસન મહમૂદે લીધી હતી. તેણે પ્રથમ 18 ઓવરમાં 58 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન 4 મેડન ઓવર પણ નાખવામાં આવી હતી. નાહિદ રાણાએ 17 ઓવરમાં 80 રન આપીને 1 વિકેટ લીધી હતી. મેહદી હસને 21 ઓવરમાં 77 રન આપીને 1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : IPL 2025 Mega Auction: મોટા સમાચાર! IPLની મેગા ઓક્શન આ વખતે ભારતમાં નહીં યોજાય, જાણો કયા દેશમાં થશે આયોજન

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad SIR 2025: અમદાવાદમાં BLO પર કામનું ભારણ ઘટશે! મદદે આવશે 3000 કર્મચારીઓની ફોજ, કલેક્ટરનો મોટો નિર્ણય
અમદાવાદમાં BLO પર કામનું ભારણ ઘટશે! મદદે આવશે 3000 કર્મચારીઓની ફોજ, કલેક્ટરનો મોટો નિર્ણય
T20 World Cup 2026: ICC ની મોટી જાહેરાત! રોહિત શર્માને મળી આ મહત્વની જવાબદારી, વર્લ્ડ કપમાં ભજવશે 'ખાસ' ભૂમિકા
ICC ની મોટી જાહેરાત! રોહિત શર્માને મળી આ મહત્વની જવાબદારી, વર્લ્ડ કપમાં ભજવશે 'ખાસ' ભૂમિકા
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
નીતિશ કુમાર ફરી સરકારમાં આવતા જ લાલુ પરિવારને આપ્યો મોટો ઝટકો! રાબડી દેવીને ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
નીતિશ કુમાર ફરી સરકારમાં આવતા જ લાલુ પરિવારને આપ્યો મોટો ઝટકો! રાબડી દેવીને ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani Protest: ભાજપના ઇશારે થઈ રહ્યો છે વિરોધ, મેવાણીના સમર્થનમાં આવ્યા ગેનીબેન-ગુલાબસિંહ
Jignesh Mevani On Police Family Protest : પોલીસ પરિવારના વિરોધ પર મેવાણીએ તોડ્યું મૌન, શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરમાં પહેલો પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : ચાર-ચાર યુનિવર્સિટી નાપાસ !
Hun To Bolish : હું તો બોલીશ : 'ભ્રષ્ટાચાર'નો હાઈવે ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad SIR 2025: અમદાવાદમાં BLO પર કામનું ભારણ ઘટશે! મદદે આવશે 3000 કર્મચારીઓની ફોજ, કલેક્ટરનો મોટો નિર્ણય
અમદાવાદમાં BLO પર કામનું ભારણ ઘટશે! મદદે આવશે 3000 કર્મચારીઓની ફોજ, કલેક્ટરનો મોટો નિર્ણય
T20 World Cup 2026: ICC ની મોટી જાહેરાત! રોહિત શર્માને મળી આ મહત્વની જવાબદારી, વર્લ્ડ કપમાં ભજવશે 'ખાસ' ભૂમિકા
ICC ની મોટી જાહેરાત! રોહિત શર્માને મળી આ મહત્વની જવાબદારી, વર્લ્ડ કપમાં ભજવશે 'ખાસ' ભૂમિકા
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
નીતિશ કુમાર ફરી સરકારમાં આવતા જ લાલુ પરિવારને આપ્યો મોટો ઝટકો! રાબડી દેવીને ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
નીતિશ કુમાર ફરી સરકારમાં આવતા જ લાલુ પરિવારને આપ્યો મોટો ઝટકો! રાબડી દેવીને ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Supreme Court: 'પોલીસ કસ્ટડીમાં હિંસા અને મોત સિસ્ટમ પર કલંક', સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
Supreme Court: 'પોલીસ કસ્ટડીમાં હિંસા અને મોત સિસ્ટમ પર કલંક', સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
‘મારા પેટનું પાણી પણ નહીં હલે...’ - પોલીસ પરિવારોના વિરોધ વચ્ચે જીગ્નેશ મેવાણીએ કર્યું મોટું એલાન
‘મારા પેટનું પાણી પણ નહીં હલે...’ - પોલીસ પરિવારોના વિરોધ વચ્ચે જીગ્નેશ મેવાણીએ કર્યું મોટું એલાન
T20 World Cup 2026: ભારત-પાકિસ્તાન વચ્ચેનો 'મહામુકાબલો' આ તારીખે રમાશે, ICCએ જાહેર કર્યું શિડ્યુલ
T20 World Cup 2026: ભારત-પાકિસ્તાન વચ્ચેનો 'મહામુકાબલો' આ તારીખે રમાશે, ICCએ જાહેર કર્યું શિડ્યુલ
Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
Embed widget