IND vs BAN, 1st Test, Day 1 Highlights: પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર બનાવ્યા 278 રન, પુજારાના 89 રન
IND vs BAN, 1st Test: ભારત આ મેચમાં ત્રણ સ્પિનર અને બે ફાસ્ટબોલર સાથે મેદાનમાં ઉતર્યું છે. આ મેચમાં કેએલ રાહુલ કેપ્ટનશિપ કરી રહ્યો છે.
IND vs BAN, 1st Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામમાં રમાઈ રહી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. પ્રથમ દિવસે ભારતે 6 વિકેટના નુકસાન પર 278 રન બનાવ્યા હતા. દિવસના અંતે શ્રેયસ અય્યર 82 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. પ્રથમ દિવસના અંતિમ બોલ પર અક્ષર પટેલ 14 રન પર આઉટ થયો હતો. પુજારા 89 રન બનાવી આઉટ થયો હતો. કેએલ રાહુલ 22 રન, શુબમન ગિલ 20 રન અને કોહલી 1 રન બનાવી આઉટ થયા હતા. તૈજુલ ઈસ્લામે 84 રનમાં 3 અને મહેદી હસન મિરાઝે 1 તથા ખલીદ અહમદે 1 વિકેટ લીધી હતી.
સારી શરૂઆત બાદ ગુમાવી વિકેટ
ભારતીય ઓપનરોએ ટીમે સારી શરૂઆત અપાવી હતી. પ્રથમ વિકેટ માટે બંને ઓપનર્સે 41 રન જોડ્યા હતા. 48 રન સુધીમાં ભારતના ટોચના ત્રણેય બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. જે બાદ રિષભ પંતે આક્રમક બેટિંગ કરી હતી. પંત 46 રન બનાવી આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 112 રન હતો. જે બાદ પુજાર અને અય્યરે પાંચમી વિકેટ માટે 149 રન ઉમેર્યા હતા.
Stumps on Day 1⃣ of the first #BANvIND Test!@ShreyasIyer15 remains unbeaten on 8⃣2⃣* as #TeamIndia reach 278/6 at the end of day's play 👌
Scorecard ▶️ https://t.co/CVZ44N7IRe pic.twitter.com/muGIlGUbNE — BCCI (@BCCI) December 14, 2022
મેચની 84મી ઓવરમાં શ્રેયસ અય્યર બેટિંગ કરતો હતો. ઈબાદત હુસેનની ઓવરનો 5મો બોલ સ્ટંપને વાગ્યો હતો અને લાલ લાઇટ પણ થઈ હતી, જોકે બેલ્સ પડ્યા નહોતા, જેના કારણે તે નોટ આઉટ રહ્યો હતો. ક્રિકેટના નિયમ મુજબ બેટ્સમેનને આઉટ થવા માટે સ્ટંપ પર બેલ્સ પડવું જરૂરી છે, આ કિસ્સામાં આમ થયું ન હોવાથી શ્રેયસ નોટ આઉટ રહ્યો હતો.
ભારત આ મેચમાં ત્રણ સ્પિનર અને બે ફાસ્ટબોલર સાથે મેદાનમાં ઉતર્યું છે. આ મેચમાં કેએલ રાહુલ કેપ્ટનશિપ કરી રહ્યો છે.
પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકટેકિપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ
બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કેવો છે રેકોર્ડ
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચોમાં ભારતનો અત્યાર સુધીનો રેકોર્ડ સારો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 9 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની ધરતી પર પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે બાંગ્લાદેશમાં 9 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 6 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે.