શોધખોળ કરો

IND vs BAN Live Score 1st Test 5th Day: ભારતની 188 રનથી જીત, અક્ષર પટેલની 4 વિકેટ

IND vs BAN, 1st Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચટગાંવમાં ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.

Key Events
IND vs BAN 1st Test Day 5 Live updates run scores wickets Zahur Ahmed Chowdhury Stadium Chattogram IND vs BAN Live Score 1st Test 5th Day: ભારતની 188 રનથી જીત, અક્ષર પટેલની 4 વિકેટ
અક્ષર પટેલ
Source : BCCI

Background

IND vs BAN Live Score 1st Test 5th Day:  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ચટગાંવમાં રમાઈ રહી છે. મેચના છેલ્લા દિવસે રવિવારે જીતવા માટે 4 વિકેટની જરૂર છે. બીજી તરફ બાંગ્લાદેશને જીતવા માટે હજુ 241 રન બનાવવાના છે. તેણે 6 વિકેટ ગુમાવી દીધી છે. બાંગ્લાદેશે બીજા દાવમાં 272 રન બનાવ્યા છે. કેપ્ટન શાકિબ અલ હસન મેચના ચોથા દિવસ સુધી 40 રન બનાવીને અણનમ રહ્યો હતો. બીજા છેડે મેહદી હસન 9 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલે બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી.

ચોથા દિવસે શું થયું

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસના અંતે બાંગ્લાદેશે 6 વિકેટના નુકસાન પર 272 રન બનાવ્યા હતા. શાકિબ અલ 40 અને મેહેદી હસન મિરાઝ 9 રને રમતમાં હતા. શાન્ટો અને ઝાકીર હસને પ્રથમ વિકેટ માટે 124 રનની પાર્ટનરશિપ કરી હતી. શાન્ટોએ 67 રન, હસને 100 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે 50 રનમાં 3 તથા ઉમેશ યાદવે 27 રનમાં 1, અશ્વિને 75 રનમાં 1, કુલદીપ યાદવે 69 રનમાં 1 વિકેટ લીધી હતી.

ત્રીજા દિવસે શું થયું

ત્રીજા દિવસે બાંગ્લાદેશની ટીમ 150 રનમાં ઓલઆઉટ થતા ભારતને 254 રનની લીડ મળી હતી. તેમ છતાં ભારતે બાંગ્લાદેશને ફોલોઅન કર્યુ નહોતું. કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી. ભારતે બીજી ઈનિંગમાં 2 વિકટેના નુકસાન પર 258 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. કેએલ રાહલુ 23 રન બનાવી આઉટ થયો હતો. ગીલ 110 રન બનાવી આઉટ થયો હતો. પુજારા 102 રન અને કોહલી 19 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.

બીજા દિવસે શું થયું

બીજા દિવસે ભારતીય ટીમ 404 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસે અશ્વિને 58 રનની ઈનિંગ રમી હતી. બીજા દિવસના અંતે બાંગ્લાદેશે 8 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી.

પ્રથમ દિવસે શું થયું

પ્રથમ દિવ, મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર બનાવ્યા 278 રન રન બનાવ્યા હતા. પુજારાએ સર્વાધિક 90 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 22 રન, શુબમન ગિલ 20 રન અને કોહલી 1 રન બનાવી આઉટ થયા હતા. તૈજુલ ઈસ્લામે 84 રનમાં 3 અને મહેદી હસન મિરાઝે 1 તથા ખલીદ અહમદે 1 વિકેટ લીધી હતી.

પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકટેકિપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

 ભારતના બાંગ્લાદેશ સામે ટેસ્ટ રેકોર્ડ

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચોમાં ભારતનો અત્યાર સુધીનો રેકોર્ડ સારો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 9 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની ધરતી પર પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે બાંગ્લાદેશમાં 9 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 6 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે.

10:22 AM (IST)  •  18 Dec 2022

IND vs BAN, 1st Test, Day 5 :કુલદીપ યાદવ મેન ઓફ ધ મેચ

IND vs BAN, 1st Test, Day 5 : મેચમાં શાનદાર દેખાવ કરવા બદલ કુલદીપ યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. કુલદીપ યાદવે પ્રથમ ઈનિંગમાં 40 રન બનાવવાની સાથે બોલિંગમાં 40 રનમાં 5 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં પણ કુલદીપે 73 રનમાં 3 વિકેટ ઝડપી હતી. મેચમાં ઓલરાઉન્ડર દેખાવ કરવા બદલ તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

10:02 AM (IST)  •  18 Dec 2022

IND vs BAN, 1st Test, Day 5 Live: ભારતે લીધી સીરિઝમાં લીડ

IND vs BAN, 1st Test, Day 5 Live: પ્રથમ ટેસ્ટ મેચમાં જીત સાથે ભારતે બે મેચની સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. સીરિઝની અંતિમ અને બીજી મેચ 22 ડિસેમ્બરથી શરૂ થશે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ

વિડિઓઝ

Morbi youth trapped in Ukraine makes video to warn students going to Russia
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
Embed widget