IND vs BAN, 1st Test: બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતે ટોસ જીતી બેટિંગ લીધી, જાણો પ્લેઇંગ ઇલેવન
IND vs BAN: બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચોમાં ભારતનો અત્યાર સુધીનો રેકોર્ડ સારો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 9 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે.
IND vs BAN, 1st Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામમાં રમાઈ રહી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. ભારત આ મેચમાં ત્રણ સ્પિનર અને બે ફાસ્ટબોલર સાથે મેદાનમાં ઉતર્યું છે. આ મેચમાં કેએલ રાહુલ કેપ્ટનશિપ કરી રહ્યો છે.
પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકટેકિપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ
A look at #TeamIndia's Playing XI for the first #BANvIND Test 🔽
— BCCI (@BCCI) December 14, 2022
Follow the match ▶️ https://t.co/CVZ44NpS5m pic.twitter.com/KgshrnZh8i
ભારત સામે બાંગ્લાદેશને રેકોર્ડ
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચોમાં ભારતનો અત્યાર સુધીનો રેકોર્ડ સારો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 9 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની ધરતી પર પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે બાંગ્લાદેશમાં 9 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 6 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે.
India captain KL Rahul wins the toss and elects to bat in the first Test against Bangladesh in Chattogram. #BANvIND | #WTC23 | 📝 https://t.co/9ddVDesT0I pic.twitter.com/fll20e46GU
— ICC (@ICC) December 14, 2022