IND vs BAN 2nd ODI LIVE: બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો પાંચ રને પરાજય, બાંગ્લાદેશ જીત્યુ સીરિઝ
IND vs BAN 2nd ODI Score LIVE Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ત્રણ વનડે મેચોની સીરીઝની બીજી વનડે રમાઇ રહી છે, આજે ફરી એકવાર બન્ને ટીમો શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં જીત માટે ઉતરી છે.
LIVE
Background
IND vs BAN 2nd ODI Score LIVE Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ત્રણ વનડે મેચોની સીરીઝની બીજી વનડે રમાઇ રહી છે, આજે ફરી એકવાર બન્ને ટીમો શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં જીત માટે ઉતરી છે.
ટીમ ઇન્ડિયાનો સ્કૉર 100 રનને પાર
22 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 4 વિકેટના નુકશાને 100 પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર શ્રેયસ અય્યર શાનદાર બેટિંગ કરી રહ્યો છે, અય્યરે 61 બૉલમાં 44 રન બનાવ્યા છે, જેમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે, જ્યારે સામે છેડે અક્ષર પટેલ 10 રન બનાવીને ક્રિઝ પર છે.

ટીમ ઇન્ડિયા 50 રનને પાર
14 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાએ 50 રનોનો આંકડો વટાવી લીધો છે. ભારતીય ટીમ હાલમાં મુશ્કેલી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. 50 રનની અંદર 3 મહત્વની વિકેટો કોહલી, ધવન અને સુંદરને ગુમાવ્યા બાદ અય્યર અને રાહુલે ઇનિંગને સંભાળી છે. અત્યારે 15 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કૉર 3 વિકેટના નુકશાને 56 રન પર પહોંચ્યો છે, શ્રેયસ અય્યર 22 રન અને કેએલ રાહુલ 8 રન બનાવીને ક્રિઝ પર છે.
ભારતને ત્રીજો ઝટકો
ભારતીય ટીમ મુશ્કેલીમાં આવી ગઇ છે, 50 રનની અંદર ટીમ ઇન્ડિયાએ ટૉપ ઓર્ડરના ત્રણેય બેટ્સમેને ગુમાવી દીધા છે. શાકિબ અલ હસને વૉશિંગટન સુંદરને 11 રનના સ્કૉર પર આઉટ કરી દીધો છે. 11 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કૉર 3 વિકેટના નુકશાને 43 રન પર પહોંચ્યો છે. શ્રેયસ અય્યર 16 રન અને કેએલ રાહુલ 1 રન બનાવીને ક્રિઝ પર છે.
ભારતના બન્ને ઓપનરો આઉટ
ભારતને શરૂઆતી ઓવરોમાં મોટો ઝટકો લાગ્યો છે, રોહિત શર્માના સ્થાન ઓપનિંગ કરવા આવેલો વિરાટ કોહલી અને શિખર ધવન બન્ને આઉટ થઇને પેવેલિયન પરત ફર્યા છે. વિરાટ કોહલીને 5 રને ઇબાદતે બૉલ્ડ કર્યો છે, જ્યારે શિખર ધવનને 8 રનના સ્કૉર પર મુસ્તફિકૂર રહેમાને આઉટ કર્યો છે. 3 ઓવર બાદ ટીમનો સ્કૉર 2 વિકેટના નુકશાને 13 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર વૉશિંગટન સુંદર અને શ્રેયસ અય્યર બન્ને શૂન્ય રને રમી રહ્યાં છે.