શોધખોળ કરો

IND vs BAN, 1st Test: ભારતે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં 188 રનથી આપી હાર, અક્ષર પટેલની 4 વિકેટ

IND vs BAN, 1st Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચટગાંવમાં રમાયેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ભારતનો 188 રનથી વિજય થયો છે.

IND vs BAN, 1st Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચટગાંવમાં રમાયેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ભારતનો 188 રનથી વિજય થયો છે. ભારતે મેચ જીતવા આપેલા 513 રનના ટાર્ગેટ સામે બાંગ્લાદેશની ટીમ 324 રનમાં ઓલઆઉટ થઈ હતી. બાંગ્લાદેશ તરફથી બીજી ઈનિંગમાં ઝાકીર હસને સર્વાધિક 100 રન બનાવ્યા હતા. કેપ્ટન શાકીબ અલ હસને 84 રનનું યોગદાન આપ્યું હતું. શાન્ટોએ 67 રનની ઈનિંગ રમી હતી. ભારત તરફથી અક્ષર પટેલે 77 રનમાં 4, કુલદીપ યાદવે 73 રનમાં 3, મોહમ્મદ સિરાજે 67 રનમાં 1, ઉમેશ યાદવે 27 રનમાં 1 તથા રવિચંદ્રન અશ્વિને 75 રનમાં 1 વિકેટ લીધી હતી. મેચમાં જીત સાથે ભારતે બે મેચની સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. સીરિઝની અંતિમ અને બીજી મેચ 22 ડિસેમ્બરથી શરૂ થશે.

ચોથા દિવસે શું થયું

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસના અંતે બાંગ્લાદેશે 6 વિકેટના નુકસાન પર 272 રન બનાવ્યા હતા. શાકિબ અલ 40 અને મેહેદી હસન મિરાઝ 9 રને રમતમાં હતા. શાન્ટો અને ઝાકીર હસને પ્રથમ વિકેટ માટે 124 રનની પાર્ટનરશિપ કરી હતી. શાન્ટોએ 67 રન, હસને 100 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે 50 રનમાં 3 તથા ઉમેશ યાદવે 27 રનમાં 1, અશ્વિને 75 રનમાં 1, કુલદીપ યાદવે 69 રનમાં 1 વિકેટ લીધી હતી.

ત્રીજા દિવસે શું થયું

ત્રીજા દિવસે બાંગ્લાદેશની ટીમ 150 રનમાં ઓલઆઉટ થતા ભારતને 254 રનની લીડ મળી હતી. તેમ છતાં ભારતે બાંગ્લાદેશને ફોલોઅન કર્યુ નહોતું. કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી. ભારતે બીજી ઈનિંગમાં 2 વિકટેના નુકસાન પર 258 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. કેએલ રાહલુ 23 રન બનાવી આઉટ થયો હતો. ગીલ 110 રન બનાવી આઉટ થયો હતો. પુજારા 102 રન અને કોહલી 19 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.

બીજા દિવસે શું થયું

બીજા દિવસે ભારતીય ટીમ 404 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસે અશ્વિને 58 રનની ઈનિંગ રમી હતી. બીજા દિવસના અંતે બાંગ્લાદેશે 8 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી.

પ્રથમ દિવસે શું થયું

પ્રથમ દિવ, મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર બનાવ્યા 278 રન રન બનાવ્યા હતા. પુજારાએ સર્વાધિક 90 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 22 રન, શુબમન ગિલ 20 રન અને કોહલી 1 રન બનાવી આઉટ થયા હતા. તૈજુલ ઈસ્લામે 84 રનમાં 3 અને મહેદી હસન મિરાઝે 1 તથા ખલીદ અહમદે 1 વિકેટ લીધી હતી.

પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકટેકિપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan News: પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈ મોટા સમાચારSurat Hit and Run: સુરતમાં બેફામ ડમ્પર ચાલકોનો કહેર, પાલ વિસ્તારમાં પૂરઝડપે પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે વિદ્યાર્થીને ઉડાવ્યોAnand Crime : આણંદમાં ભાજપના કાઉન્સિલરે યુવતી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, યુવતીએ શું કર્યો ધડાકો?Ahmedabad Firing Case | અમદાવાદના નહેરુનગરમાં શાકભાજીના વેપારીની હત્યાથી અન્ય વેપારીઓમાં ભયની સાથે રોષનો માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
IPL 2025 Mega Auction: પંજાબે રિષભ પંતને 29 કરોડમાં ખરીદ્યો, કેએલ રાહુલ પર પણ લાગી કરોડોની બોલી
IPL 2025 Mega Auction: પંજાબે રિષભ પંતને 29 કરોડમાં ખરીદ્યો, કેએલ રાહુલ પર પણ લાગી કરોડોની બોલી
Health Tips: પુરૂષોની સરખામણીમાં મહિલાઓની ઊંઘ વધુ થઈ રહી છે ખરાબ,ચોંકાવનારું છે તેની પાછળનું કારણ
Health Tips: પુરૂષોની સરખામણીમાં મહિલાઓની ઊંઘ વધુ થઈ રહી છે ખરાબ,ચોંકાવનારું છે તેની પાછળનું કારણ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
Embed widget