(Source: ECI/ABP News/ABP Majha)
Gill Century: બાંગ્લાદેશ સામે ગીલની તાબડતોડ સદી, નોંધાવી ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સેન્ચૂરી
કેએલ રાહુલ અને શુભમન ગીલે બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમની ઓપનિંગ કમાન સંભાળી હતી, જેમાં કેપ્ટન કેએલ રાહુલ બન્ને ઇનિંગમાં ફ્લૉપ સાબિત થયો હતો
IND vs BAN: Shubhman Gill Century: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગીલે શાનદાર સદી ફટકારી દીધી છે. ગીલની આ સદી સાથે જ તે આ 2022 વર્ષનો સૌથી મોટો સ્કૉર કરનારો ઓપનર બેટ્સમેન પણ બની ગયો છે.
કેએલ રાહુલ અને શુભમન ગીલે બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમની ઓપનિંગ કમાન સંભાળી હતી, જેમાં કેપ્ટન કેએલ રાહુલ બન્ને ઇનિંગમાં ફ્લૉપ સાબિત થયો હતો, જોકે, શુભમની ગીલે બીજી ઇનિંગમાં તાબડતોડ બેટિંગ કરતા શતકીય ઇનિંગ રમી હતી. ગીલે તાબડતોડ 110 રનની ઇનિંગ રમીને પોતાની પ્રથમ ટેસ્ટ સદી નોંધાવી હતી.
ગીલની બેટિંગની વાત કરીએ તો શુભમન ગીલે બીજી ઇનિંગમાં 152 બૉલનો સામનો કરતાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી શાનદાર 110 રનની ઇનિંગ રમી હતી. જોકે, બાદમાં મહેદી હસનની બૉલિંગમાં આઉટ થઇને પેવેલિયન જવુ પડ્યુ હતુ. ગીલે ટેસ્ટ ક્રિકેટમાં પોતની આ પહેલી સદી નોંધાવી છે, અને તેને આ કારનામુ પોતાની 12મી ટેસ્ટ મેચમાં કર્યુ છે. ગીલે આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં પાંચ ફિફ્ટી પણ નોંધાવી ચૂક્યો છે.
𝐌𝐚𝐢𝐝𝐞𝐧 𝐓𝐞𝐬𝐭 𝐂𝐞𝐧𝐭𝐮𝐫𝐲 𝐟𝐨𝐫 @ShubmanGill 💯👌👏
Live - https://t.co/GUHODOYOh9 #BANvIND pic.twitter.com/NKSNQfq9wT — BCCI (@BCCI) December 16, 2022
ઓવરઓલ ક્રિકેટ કેરિયરની વાત કરીએ તો શુભમન ગીલનું આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજી શતક છે, આ પહેલા તે વનડે ક્રિકેટમાં સદી ફટકારી ચૂક્યો છે.
રોહિત શર્માની ગેરહાજરીમા મોકો મળ્યો -
ખાસ વાત છે કે, રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં શુભમન ગીલને ઓપનિંગમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો, રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બીજી વનડે દરમિયાન આંગળીમાં ઇજા થવાના કારણે મુંબઇ પરત ફર્યો હતો, આ કારણોસર શુભમન ગીલને રોહિત શર્માની જગ્યાએ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો, જેને ગીલે ભરપુર ફાયદો ઉઠાવ્યો છે.
A breakthrough year for Shubman Gill in international cricket.
— CricTracker (@Cricketracker) December 16, 2022
📸: Sony LIV pic.twitter.com/Qc62Sgt6Od
Picture of the day: Kohli & Gill. pic.twitter.com/xYspkEbiDw
— Johns. (@CricCrazyJohns) December 16, 2022
The prince, Shubman Gill has arrived to Test cricket.
— CricTracker (@Cricketracker) December 16, 2022
📸: Sony LIV pic.twitter.com/fX3nfgK8dl