IND vs BAN: રવીન્દ્ર જાડેજાની જગ્યાએ બાંગ્લાદેશ પ્રવાસમાં આ સ્ટાર ખેલાડીને મળી શકે છે મોકો, ટી20 ક્રિકેટમાં મચાવી ચૂક્યો છે ધમાલ
સૂર્યકુમાર યાદવ આ સમયે વર્લ્ડ ક્રિકેટનો નંબર વન બેટ્સમેન છે. તેના હાલનુ ફોર્મ પણ કમાલનુ છે. તાજેતરમાં જ તેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટી20 મેચમાં શાનદારી સદી ફટકારી હતી.
Ravindra Jadeja Ruled out: ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને ડિસેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ 3 વનડે અને 2 ટેસ્ટ મેચોની સીરીઝ રમશે. ભારતી ટીમ આ પ્રવાસની શરૂઆત 4 ડિેસેમ્બર 2022થી વનડે મેચોથી કરશે, વળી, આ સીરીઝની શરૂઆત પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ખરેખરમાં ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ઇજાના કારણે આ સીરીઝમાંથી બહાર થવુ પડ્યુ છે. તેની જગ્યાએ પર હવે સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે.
સૂર્યકુમારને મળી શકે છે મોકો
પીટીઆઇ અનુસાર, બીસીસીઆઇના એક સુત્રએ બતાવ્યુ છે કે, જાડેજા કેટલીય વાર ચેકઅપ અને રિહેબ માટે NCA ગયો, પરંતુ તે બાંગ્લાદેશ પ્રવાસ પર રમાનારી સીરીઝ માટે ફિટ હોવાની સંભાવના હજુ સુધી નથી. તે બાંગ્લાદેશ સીરીઝ માટે ફિટ થશે. જાડેજાના બહાર થયા બાદ સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવાની વાત ચાલી રહી છે. જો સૂર્યકુમારને મોકો મળે છે તો તે ટી20 અને વનડે બાદ ભારત માટે ડેબ્યૂ પણ કરી લેશે. જોકે હજુ સુધી તેના નામનુ એલાન બૉર્ડ દ્વારા નથી કરવામાં આવ્યુ.
ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમાર યાદવ આ સમયે વર્લ્ડ ક્રિકેટનો નંબર વન બેટ્સમેન છે. તેના હાલનુ ફોર્મ પણ કમાલનુ છે. તાજેતરમાં જ તેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટી20 મેચમાં શાનદારી સદી ફટકારી હતી.
બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્નન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.
ટી20માં કમાલનુ છે સૂર્યકુમાર યાદવનું ફોર્મ -
Suryakumar Yadav: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટી-20માં ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 191 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે ટી20 વર્લ્ડકપનું ફોર્મ જાળવી રાખતાં 51 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 111 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 31 બોલમાં 36 રન બનાવ્યા હતા. ટીમ સાઉથીએ હેટ્રિક લીધી હતી.
સૂર્યકુમારે રાહિતના રેકોર્ડની કરી બરાબરી -
સૂર્યકુમાર યાદવે સદી ફટકારતાં જ રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી હતી. સૂર્યકુમાર યાદવ ટી20 ઈન્ટરનેશનલ કેલેન્ડરમાં બે સદી ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો હતો. આ પહેલા 2018માં રોહિત શર્માએ આ પરાક્રમ કર્યુ હતું.
સૂર્યકુમાર યાદવનો દબદબો, ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં બન્યો 'પ્લેયર ઓફ ધ સીરીઝ'
ટી20 વર્લ્ડકપ બાદ સૂર્યકુમાર યાદવનો દબદબો હજુ પણ યતાવત છે, તેને ન્યૂઝીલેન્ડની સામે તેમની જ ધરતી પર તાબડતોડ ઇનિંગ રમતા સદી ફટકારી દીધી હતી. સૂર્યાએ બીજી બે ઓવલમાં રમાયેલી ટી20માં ધમાકેદાર બેટિંગ કરી હતી, જેમાં તેને સદી ફટકારી હતી. આ પરફોર્મન્સના આધાર પર તેને 'પ્લેયર ઓફ ધ સીરીઝ' નો એવોર્ડ આપવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં 'પ્લેયર ઓફ ધ સીરીઝ' નો એવોર્ડ મળ્યા બાદ સૂર્ય કુમાર યાદવે કહ્યું- અત્યાર સુધી જે રીતે હુ રમ્યો તે રીતે હુ ખુબ જ ખુશ છું, હું આવુ જ રમવા માંગીશ, જેમ કે સિરાજે કહ્યું હવામાન અમારી સાથે નથી આવામાં પ્રેશર રહે છે, અને તે સમયે હું મારી બેટિંગનો પુરેપુરો એન્જૉય લઉં છું. ત્યાં કોઇ બેગેઝ નથી લઇને જવુ પડતુ, ઇન્સ્ટન્ટ અને એપ્રૉચ બિલકુલ તે જ છે. બસ અમારે ત્યાં જવાનુ છે અને ખુદને એક્સપ્રેશ કરવાનુ છે. આ એક સારી ગેમ છે. વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની આ પહેલી દ્વીપક્ષીય ટી20 સીરીઝ હતી, જેને 1-0થી હાર્દિક એન્ડ કંપનીએ સીલ કરી લીધી હતી.