IND vs BAN: ત્રીજી વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન, પાટીદાર કે ત્રિપાઠી કોણે મળશે મોકો ?
આંગળીમાં ઇજાના કારણે કેપ્ટન રોહિત શર્મા આજે ત્રીજી વનડે મેચ નહીં રમી શકે, આજની મેચમાં રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલ ટીમની કમાન સંભાળશે.
Bangladesh vs India 3rd ODI Playing 11: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે અંતિમ વનડે મેચ રમાઇ રહી છે. આજે ચટગાંવમાં બન્ને ટીમો જીત માટે મેદાનમાં ઉતરશે. બાંગ્લાદેશની ટીમ પ્રથમ બે વનડે જીતીને 2-0થી સીરીઝ સીલ કરી ચૂકી છે. આજે ભારત આબરુ બચાવવા માટે જાણો પ્લેઇંગ ઇલેવનમાં શું ફેરફાર કરી શકે છે....
ઉલ્લેખનીય છે કે, આંગળીમાં ઇજાના કારણે કેપ્ટન રોહિત શર્મા આજે ત્રીજી વનડે મેચ નહીં રમી શકે, આજની મેચમાં રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલ ટીમની કમાન સંભાળશે. રિપોર્ટ છે કે, આજે ટીમ ઇન્ડિયામાં રોહિતની જગ્યા લેવા માટે ત્રણ ચહેરા રેસમાં છે, જેમાં ઇશાન કિશન, રજત પાટીદાર, અને રાહુલ ત્રિપાઠી સામેલ છે. જાણો હવે આજે કોણે મોકો મળશે.
આ ઉપરાંત ભારતીય ટીમની સ્ક્વૉડમાં ઇજાગ્રસ્ત દીપક ચાહરની જગ્યાએ કુલદીપ યાદવને મોકો આપવામાં આવ્યો છે, અને પ્લેઇંગ ઇલેવનમાં પણ કુલદીપને સામેલ કરવામાં આવી શકે છે. જો આમ થશે તો ભારતીય બૉલિંગ લાઇનઅપ મજબૂત થઇ જશે, ફાસ્ટ બૉલિંગ વિભાગમાં મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અને શાર્દૂલ ઠાકુર કમાન સંભાળશે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઇશાન કિશન/રાહુલ ત્રિપાઠી/રજત પાટીદર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.
બાંગ્લાદેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
નઝમૂલ હુસૈન શાન્તો, લિટન દાસ (કેપ્ટન), અનામૂલ હક, શાકિબ અલ હસન, મુશ્ફિકૂર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મેહદી હસન મિરાજ, નસુમ અહેમદ, ઇબાદત હુસૈન, મુસ્તફિઝૂર રહેમાન.
ભારત અને બાંગ્લાદેશના હેડ ટૂ હેડ રેકોર્ડ -
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે અત્યાર સુધી કુલ 37 વનડે મેચો રમાઇ છે, આમાં ટીમ ઇન્ડિયાએ આ 36 વનડે મેચોમાં 30 મેચો પોતાના નામે કરી છે. વળી, બાંગ્લાદેશ માત્ર 7 વનડે મેચ ભારત સામે જીત્યુ છે, આવામાં આંકડાઓ ધ્યાનમાં રાખીએ તો ભારતનુ પલડુ ભારે લાગી રહ્યું છે.
જોકે, ભારતે 4 વર્ષ પહેલા વનડે સીરીઝ માટે બાંગ્લાદેશ ગઇ હતી, તે સીરીઝમાં ટીમ ઇન્ડિયાને બાંગ્લાદેશે 1-2થી માત આપી હતી. આ વખતે ફરી એકવાર બાંગ્લાદેશની ટીમ તેને દોહરાવ્યુ છે, અને ફરી એકવાર ટીમ ઇન્ડિયાને વનડે સીરીઝમાં માત આપી છે. આજની મેચમાં ભારતીય ટીમ માત્ર જીત મેળવીને આબરૂ બચાવવાનો પ્રયાસ કરી શકે છે, જોકે સામે બાંગ્લાદેશની ટીમ જીત સાથે સીરીઝમાં ક્લિન સ્વિપ કરવા પ્રયાસ કરશે.