શોધખોળ કરો

IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી T20 મેચ કાલે, જાણો પિચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટી20 મેચોની સિરીઝની પહેલી મેચ ગુરુવારે 7 જુલાઈએ રમાશે. આ મેચ ધ રોઝ બાઉલ, સાઉથમ્પ્ટનમાં ભારતીય સમય અનુસાર 10.30 વાગ્યે શરુ થશે.

IND vs ENG 1st T20: ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે ત્રણ ટી20 મેચોની સિરીઝની પહેલી મેચ ગુરુવારે 7 જુલાઈએ રમાશે. આ મેચ ધ રોઝ બાઉલ, સાઉથમ્પ્ટનમાં (The Rose Bowl, Southampton) ભારતીય સમય અનુસાર 10.30 વાગ્યે શરુ થશે. આ મેચ માટે ભારતીય ટીમે પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. ટી20 સિરીઝમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા ભારતની કમાન સંભાળશે. આવો જાણીએ પિચનો મિજાજ કેવો હશે અને મેચ દરમિયાન હવામાન કેવું રહેશે.

પિચ રિપોર્ટઃ
સાઉથમ્પ્ટનના ધ રોઝ બાઉલ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 9 ટી20 મેચો રમાઈ છે. આ 9 મેચોમાં પહેલાં બેટિંગ કરનારી ટીમે 5 અને બીજી બેટિંગ કરનારી ટીમોએ 4 મેચ જીતી છે. આ મેદાન ઉપર પહેલી ઈનિંગ દરમિયાન એવરેજ 168 રનનો સ્કોર અને બીજી ઈનિંગનો એવરેજ સ્કોર 143 રન રહ્યો છે. આ મેદાનની પીચ બેટિંગ માટે અનુકુળ છે. ટોસ જીતનાર ટીમનો કેપ્ટન પહેલાં બેટિંગનો નિર્ણય લઈ શકે છે. પહેલાં બેટિંગ કરતાં મોટો સ્કોર બનાવીને વિપક્ષી ટીમ ઉપર મોટો દબાવ બનાવી શકાય છે.

હવામાન કેવું રહેશે?
સાઉથમ્પ્ટનમાં ગુરુવારે વરસાદ પડવાની સંભાવના સાવ નહિંવત છે. હવામાન વેબસાઈટ એક્યુવેધરના રિપોર્ટ અનુસાર 7 જુલાઈએ 46 ટકા વાદળ છવાયેલા રહેશે. 39 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન રહેશે. વધુમાં વધુ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન  12 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તો સાંજના સમયે થોડા વાદળો છવાયેલા રહેશે.

બંને ટીમોના ખેલાડીઓઃ
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા, વેંકટેશ ઐયર, દિનેશ કાર્તિક, ઈશાન કિશન, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ.

ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન), ડેવિડ મલાન, હેરી બ્રુક, જેસન રોય, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કરાન, ફિલ સોલ્ટ, ક્રિસ જોર્ડન, ડેવિડ વિલી, મેટ પાર્કિન્સન, રીસ ટોપ્લે, રિચર્ડ ગ્લીસન, તયમલ મિલ્સ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે

BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો

Embed widget