IND vs ENG : પ્રથમ ટેસ્ટમાં ઇગ્લેન્ડ 183 રનમાં ઓલઆઉટ, ઇન્ડિયાના વિના વિકેટે 21 રન
India vs England, 1st Innings Highlights: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજથી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થયો છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે.
LIVE
Background
IND vs ENG 1st Test: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજથી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થયો છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે.
લોકેશ રાહુલ અને રોહિત શર્માએ કરી ઇનિંગની શરૂઆત
ટીમ ઇન્ડિયાએ ઇગ્લેન્ડનની ટીમને પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 183 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ભારત તરફથી રોહિત શર્મા અને લોકેશ રાહુલે ઇનિંગની શરૂઆત કરી હતી.
ઇગ્લેન્ડ 183 રનમાં ઓલઆઉટ
પ્રથમ ટેસ્ટ મેચમાં ઇગ્લેન્ડનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ભારતના બોલરો સામે ઇગ્લેન્ડનો એક પણ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. ઇગ્લેન્ડની ટીમ 183 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે સૌથી વધુ 64 રન ફટકાર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ વિકેટ બુમરાહે લીધી હતી. બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી. તે સિવાય મોહમ્મદ શમ્મીએ ત્રણ, શાર્દુલ ઠાકુરે બે અને મોહમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી હતી.
ભારતના બોલરોનું શાનદાર પ્રદર્શન
ભારતના બોલરો સામે ઇગ્લેન્ડના બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. 169 રનમાં ઇગ્લેન્ડે નવ વિકેટ ગુમાવી દીધી છે. કેપ્ટન રૂટ સિવાય એકપણ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નથી. કેપ્ટન રૂટ 64 રન પર શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. ભારત તરફથી બુમરાહ અને શમ્મીએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે શાર્દુલ ઠાકુરે બે વિકેટ ઝડપી હતી. તે સિવાય મોહમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી હતી.
ઇગ્લેન્ડે ગુમાવી ચાર વિકેટ
પ્રથમ ટેસ્ટમાં ઇગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઇગ્લેન્ડે 66 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ઇગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે સારુ પ્રદર્શન કર્યું હતું . તે 52 રનમાં અણનમ રમી રહ્યો છે.
ઇગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવી
ભારતીય ટીમે મેચ પર પક્કડ બનાવી છે. ઇગ્લેન્ડે 93 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. ભારત તરફથી બુમરાહ, શમ્મી અને સિરાજે એક-એક વિકેટ ઝડપી હતી.