શોધખોળ કરો

વધુ એક રાજ્યમાં HMPV વાયરસનો કેસ મળતા હડકંપ, 10 મહિનાનું બાળક સંક્રમિત, જાણો દેશમાં કેટલા કેસ? 

દેશમાં HMPV વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન આસામમાં પણ એક કેસ સામે આવ્યો છે. અહીં લખીમપુરમાં 10 મહિનાનું બાળક HMPV વાયરસથી સંક્રમિત છે.

HMPV Virus: દેશમાં HMPV વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન આસામમાં પણ એક કેસ સામે આવ્યો છે. અહીં લખીમપુરમાં 10 મહિનાનું બાળક HMPV વાયરસથી સંક્રમિત છે. બાળકને હાલમાં આસામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડિબ્રુગઢમાં દાખલ કરવામાં આવ્યો છે. તબીબોનું કહેવું છે કે બાળકીની હાલત સ્થિર છે અને ચિંતાની કોઈ વાત નથી.

આસામમાં આ કેસ નોંધાયા બાદ દેશમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના કુલ 15 કેસ નોંધાયા છે. સૌથી વધુ 4 કેસ ગુજરાતમાં છે. શુક્રવારે રાજસ્થાન અને ગુજરાતમાં એક-એક કેસ નોંધાયો હતો. અગાઉ ગુરુવારે 3 કેસ નોંધાયા હતા.

સિક્કિમ સરકારે હેલ્થ એડવાઈઝરી જારી કરી છે

ચીનમાં હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) થી થતા આ રોગના કેસો વધી રહ્યા છે. કેસોમાં વધારા અંગેના તાજેતરના અહેવાલોને ધ્યાનમાં રાખીને, સિક્કિમ સરકારે પરિસ્થિતિ પર નજીકથી દેખરેખ રાખવા માટે એક એડવાઈઝરી જારી કરી છે. સિક્કિમ ચીન સાથે લગભગ 200 કિમી લાંબી સરહદ ધરાવે છે, કારણ કે તે ઉત્તર અને ઉત્તરપૂર્વમાં તિબેટ સ્વાયત્ત પ્રદેશથી ઘેરાયેલું છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મુખ્ય સચિવે હાલમાં જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે વર્તમાન ખતરાનું મૂલ્યાંકન કરવા અને રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી. અધિકારીએ કહ્યું કે મીટિંગમાં વાયરસના વિવિધ પાસાઓ અને તેના ચેપની રીત તેમજ ચેપ લાગવાથી થતા લક્ષણો પર ચર્ચા કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું, “સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

કેન્દ્રએ શ્વસન રોગો પર દેખરેખની સમીક્ષા કરવા કહ્યું

ભારતમાં હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) ના કેસોમાં વધારો વચ્ચે, કેન્દ્રએ મંગળવારે રાજ્યોને દેશમાં શ્વસન રોગની દેખરેખની સમીક્ષા કરવા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે વર્ચ્યુઅલ મોડમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની બેઠકની અધ્યક્ષતા કરતા જણાવ્યું હતું કે રાજ્યોએ ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસ ચેપ (SARI) સર્વેલન્સ અને સમીક્ષાને મજબૂત કરવી જોઈએ.

સલીલા શ્રીવાસ્તવે રાજ્યોને વાયરસના સંક્રમણને રોકવા માટે લોકોમાં જાગૃતિ વધારવાની પણ સલાહ આપી છે. જારી કરવામાં આવેલી સલાહમાં સાબુથી વારંવાર હાથ ધોવા, તમારી આંખો, નાક અથવા મોંને ધોયા વગરના હાથથી સ્પર્શ કરવાનું ટાળવું, રોગના લક્ષણો દર્શાવતા લોકો સાથે નજીકના સંપર્કને ટાળવાનો સમાવેશ થાય છે. આ સાથે ખાંસી અને છીંકતી વખતે મોં અને નાકને ઢાંકવા જેવી બાબતો કહેવામાં આવી છે. 

આ લક્ષણો દેખાય તો કન્ફર્મ તમને HMPV નો ચેપ લાગ્યો છે, દેશમાં વધી રહ્યા છે કેસ, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
Embed widget