Ind vs Eng 2021: આવતીકાલથી ચોથી ટેસ્ટ, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઈવ ટેલિકાસ્ટ
પાંચ મેચની સીરિઝ પૈકીની પ્રથમ ટેસ્ટ ડ્રો ગઈ હતી. બીજી ટેસ્ટમાં ભારતનો અને ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. બંને ટીમોની નજર આવતી કાલથી શરૂ થતી ચોથી ટેસ્ટ મેચ જીતીને સીરિઝમાં લીડ લેવા પર રહેશે.
India vs England 4th Test: ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝનો ચોથો મુકાબલો 2 સપ્ટેમ્બરથી રમાશે. લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને મળેલી જીત બાદ ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ ભારતને હળવાશથી નથી લઈ રહ્યો. ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ધબડકા બાદ ભારત બીજી ઈનિંગમાં અંગ્રેજ ટીમને ટક્કર આપશે તેમ લાગતું હતું પરંતુ ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ ભારતે 8 વિકેટ ગુમાવી દેતા કારમી હાર થઈ હતી. પાંચ મેચની સીરિઝ પૈકીની પ્રથમ ટેસ્ટ ડ્રો ગઈ હતી. બીજી ટેસ્ટમાં ભારતનો અને ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. આમ હાલ બંને ટીમો 1-1ની બરાબરી પર છે. તેથી બંને ટીમોની નજર આવતી કાલથી શરૂ થતી મેચ જીતીને સીરિઝમાં લીડ લેવા પર રહેશે.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય મુજબ બપોરે 3.30 કલાકે મેચ શરૂ થશે. બપોરે 3 કલાકે ટોસ ઉછાળવામાં આવશે.
કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
સોની નેટવર્કની ચેનલ પરથી મેચનું લાઇવ ટેલિકાસ્ટ થશે. જ્યારે જિયો ટીવી પરથી લાઇવ સ્ટ્રિમિંગ નીહાળી શકાશે.
ચોથી ટેસ્ટમાંથી કોનું કપાઈ શકે છે પત્તું
ત્રીજી ટેસ્ટમાં હાર બાદ જ ભારતીય ટીમમાં બદલાવની ચર્ચા શરૂ થઈ હતી. ટીમ ઈન્ડિયામાંથી રવિન્દ્ર જાડેજા, વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે, ફાસ્ટ બોલર ઈશાંત શર્માની ચોથી ટેસ્ટમાંથી બાદબાકી થઈ શકે છે. તેમના સ્થાને હનુમા વિહારી, રવિચંદ્રન અશ્વિન અને શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત એક ચર્ચા એવી પણ છે કે બેટિંગમાં આઉટ ઓફ ફોર્મ રહેલા રિષભ પંતને આરામ આપીને તેના સ્થાને વધુ એક બેટ્સમેનને પ્લેઇંગ ઇલેવનમાં સમાવવામાં આવી શકે છે. જો આમ થશે તો પૃથ્વી શૉ કે સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે.
ભારતે જાહેર કરેલી ટીમ
રોહિત શર્મા, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, આર અશ્વિન, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, રિદ્ધીમાન સાહા, અભિમન્યુ ઈશ્વરન, પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના