શોધખોળ કરો

IND vs ENG 3rd Test: રોહિત શર્મા આઉટ થતાં જ ટીમ ઈન્ડિયાનો ફેન આવ્યો બેટિંગ કરવા ને પછી.....

IND vs ENG: ભારતીય ક્રિકેટનો ફેન ગણાવતો જારવો લીડ્સમાં રમાઇ રહેલી ટેસ્ટમાં પણ નજરે પડ્યો હતો. પેડ, હેલમેટ અને ગ્લવસ પહેરીને મેદાનમાં ઘૂસી ગયેલા જારવોને સિક્યુરિટી ગાર્ડ પકડીને મેદાનની બહાર લઈ ગયા.

IND vs ENG 3rd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ત્રીજા દિવસના અંતે ભારતે 2 વિકેટના નુકસાન પર 215 રન બનાવ્યા હતા, ચેતેશ્વર પુજારા 91 અને કોહલી 45 રને રમતમાં હતા. ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં ૩૫૪ રનની સરસાઈ બાદ ભારતીય બેટ્સમેનોએ બીજી ઈનિંગમાં મક્કમ પ્રતિકાર કરતાં શ્રેણીની ત્રીજી હેડિંગ્લે ટેસ્ટ મેચમાં રોમાંચક પરિણામની આશા જીવંત રાખી હતી.

ભારતના પ્રથમ ઈનિંગના ૭૮ના સ્કોર સામે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ ત્રીજા દિવસે ૪૩૨ રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડે આ સાથે મેચમાં પકડ જમાવી હતી. જોકે ભારતીય બેટ્સમેનો બીજી ઈનિંગમાં અલગ જ મિજાજ સાથે બેટિંગમાં ઉતર્યા હતા. ચેતેશ્વર પુજારા (૯૧*) અને ઓપનર રોહિત શર્મા (૫૯)એ અડધી સદીઓ ફટકારતાં ભારતની સ્થિતિ મજબુત કરી હતી. ભારતે ત્રીજા દિવસની રમતના અંતે  બીજી ઈનિંગમાં ૮૦ ઓવરમાં બે વિકેટે ૨૧૫ રન કરી લેતાં ઈંગ્લેન્ડની સરસાઈ માત્ર ૧૩૯ રન જ રહી ગઈ હતી.

રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ ભારતીય ટીમને મુશ્કેલીમાંથી ઉગારતાં સન્માનજનક સ્થિતિ તરફ આગળ ધપાવી હતી. રોહિત અને પૂજારાની જોડીએ ૮૨ રનની ભાગીદારી કરી હતી. રોહિતે ૧૫૬ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૫૯ રન નોંધાવ્યા હતા. તે રોબિન્સનની બોલિંગમાં લેગબિફોર વિકેટ આઉટ થયો હતો.   રોહિત શર્મા આઉટ થયા બાદ ખુદને ભારતીય ક્રિકેટનો ફેન ગણાવતો જારવો લીડ્સમાં રમાઇ રહેલી ટેસ્ટમાં પણ નજરે પડ્યો હતો. તે આ વખતે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને મેદાનની અંદર ઘૂસી ગયો હતો. પેડ, હેલમેટ અને ગ્લવસ પહેરીને મેદાનમાં ઘૂસી ગયેલા જારવોને સિક્યુરિટી ગાર્ડ પકડીને મેદાનની બહાર લઈ ગયા હતા. આ ઘટના ભારતની ઈનિંગની 48મી ઓવરમાં બની હતી.

ત્રીજી લહેરના ભણકારાઃ જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?

પુજારાએ બતાવ્યું ફોર્મ

છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મને કારણે ટીકાકારોનું નિશાન બનેલા દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ જબરજસ્ત બેટીંગ કરતાં ફોર્મ મેળવ્યું હતુ. રોહિત સાથે મહત્વની ભાગીદારી નોંધાવ્યા બાદ તેણે કોહલીની સાથે મળીને ઈંગ્લેન્ડની જંગી સરસાઈને ઉતારવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. આ દરમિયાન તેણે કારકિર્દીની ૩૦મી અડધી સદી પણ પૂર્ણ કરી હતી. પુજારાએ અડધી સદી ફટકારવામાટે ૯૧ બોલ લીધા હતા અને મેચમાં ભારતના કમબેકના પ્રયાસો જારી રાખ્યા હતા. કોહલીએ પણ ખુબ જ સંભાળપૂર્વક બેટીંગ કરતાં ૯૪ બોલમાં ૪૫ રન નોટઆઉટ રહેતા નોંધાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહીBorsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડSurat Crime : સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મથી ખભળાટ , આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Embed widget