IND vs ENG, 5th Test : વરસાદના કારણે મેચ અટકાવાઇ, ભારતનો સ્કૉર 53/2
આજથી શરૂ થયેલી પાંચમી ટેસ્ટ જીતીને ટીમ ઇન્ડિયા સીરીઝ પર કબજો જ માવવા પ્રયાસ કરશે તો, બીજીબાજુ ઇંગ્લિશ ટીમ જીત મેળવીને સીરીઝ પર બરાબરી કરવાનો પ્રયાસ કરશે.
IND vs ENG Cricket Score, 5th Test, Edgbaston Stadium: બર્મિઘમના એજબેસ્ટૉન સ્ટેડિયમમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચની ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમે ટૉસ જીતને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત છે કે આ સીરીઝમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે, અને આજથી શરૂ થયેલી પાંચમી ટેસ્ટ જીતીને ટીમ ઇન્ડિયા સીરીઝ પર કબજો જ માવવા પ્રયાસ કરશે તો, બીજીબાજુ ઇંગ્લિશ ટીમ જીત મેળવીને સીરીઝ પર બરાબરી કરવાનો પ્રયાસ કરશે.
ભારત તરફથી અત્યારે હનુમા વિહારી અને વિરાટ કોહલી ક્રિઝ પર છે, ટીમનો સ્કૉર 50 રનને પાર થઇ ગયો છે.
વરસાદના કારણે મેચ રોકાઇ -
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે બર્મિંઘમમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં વરસાદી વિઘ્ન નડ્યુ છે. ભારે વરસાદના કારણે મેદાન પર કવર્સ આવી ગયા છે, અને તમામ ખેલાડીઓ મેદાનની બહાર નીકળી ગયા છે.
પુજારા પણ આઉટ -
18મી ઓવરના છેલ્લા બૉલ પર જેમ્સ એન્ડરસને ચેતેશ્વર પુજારાને જેક ક્રાઉલીના હાથમાં ઝીલાવી દીધો. પુજારા 13 રનના અંગત સ્કૉર પર આઉટ થયો, 17.6 ઓવરમાં ટીમનો સ્કૉર 46/2 પર પહોંચ્યો હતો. જેમ્સ એન્ડરસને ભારતના બન્ને ઓપનરોને પેવેલિયન ભેગા કર્યા.
ભારતની પ્રથમ વિકેટ પડી-
ભારત તરફથી ઓપનિંગમાં આવેલા શુભમન ગીલને સાતમી ઓવરના બીજા બૉલ પર જેમ્સ એન્ડરસને જેક ક્રાઉલીના હાથમાં ઝીલાવી દીધો, ગીલ 24 બૉલમાં ચાર ચોગ્ગા સાથે 17 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. આ સમયે ટીમનો સ્કૉર 6.2 ઓવરમાં 1 વિકેટના નુકસાને 27 રન પર પહોંચ્યો હતો.
England Playing 11 -
એલેક્સ લીસ, જેક ક્રાઉલી, ઓલી પૉપ, જૉ રૂટ, જૉની બેયરર્સ્ટૉ, બેન સ્ટૉક્સ (કેપ્ટન), સેમ બિલિંગ્સ (વિકેટકીપર), મેથ્યૂ પૉટ્સ, સ્ટુઅર્ટ બ્રૉડ, જેક લીચ, જેમ્સ એન્ડરસન.
India Playing 11 -
શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ (કેપ્ટન), મોહમ્મદ સિરાજ.
પીચ રિપોર્ટ -
આજની મેચમાં એજબેસ્ટૉનની પીચ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રિપોર્ટ્ અનુસાર, એજબેસ્ટૉનની પીચ પેસર્સને વધુ મદદ કરી શકે છે. સામાન્ય રીતે આ પીચ પર ઘાસ રહે છે, પરંતુ આ વખતે ઘાસ ઓછુ દેખાઇ રહ્યું છે, અને આને બેટિંગ માટે અનુકુળ માનવામાં આવે છે. જોકે ઓવરકાસ્ટ કન્ડિશનને ધ્યાનમાં રાખતા શરૂઆતમાં પેસર્સ મુશ્કેલી ઉભી કરી શકે છે.
વરસાદ પડશે કે નહીં ?
રિપોર્ટ પ્રમાણે એજબેસ્ટૉનનુ હવામાન સારુ રહેશે. પરંતુ શરૂઆતી ત્રણ દિવસમાં સામાન્ય વરસાદ થવાની આશંકા છે. આકાશમાં વાદળો છવાયેલા રહે તો ઇંગ્લિશ કન્ડિશનમાં ટૉસ જીતનારી ટીમનો કેપ્ટન પહેલા બૉલિંગ કરવાનુ પસંદ કરશે.
આ પણ વાંચો.....
Gujarat Rain: અષાઢી બીજના દિવસે રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, ભગવાન જગન્નાથ પર વરુણ દેવના અમી છાંટણા
IND vs ENG Test: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ, એજબેસ્ટનમાં ટીમ ઇન્ડિયાનો છે ખરાબ રેકોર્ડ
Vastu Shastra Tips: આ વસ્તુઓનો ઉધાર માંગીને ના કરો ઉપયોગ, નહી તો થશે નુકસાન