શોધખોળ કરો
Advertisement
ભારતની જીત પછી અશ્ચિનની પત્નિએ રેડ હાર્ટ ઈમોજી સાથે કરી શું વિનંતી?
અશ્વિનના જોરદાર પરફોર્મન્સ પર તેની પત્ની પ્રીતિ નારાયણન ઓળઘોળ થઇ ગઇ અને અશ્વિન માટે પ્રેમભર્યુ ટ્વીટ કરી દીધુ હતુ, આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર ફેન્સની વચ્ચે ખુબ વાયરલ થઇ રહ્યું છે
અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની સીરીઝને ભારતીય ટીમે 3-1થી જબરદસ્ત રીતે જીતી લીધી, આ સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પણ પ્રવેશ મેળવી લીધો છે. આ સીરીઝમાં બેટિંગ અને બૉલિંગથી દમદાર પ્રદર્શન કરવા બદલ સ્ટાર ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનને પ્લેયર ઓફ ધ સીરીઝ એવોર્ડ મળ્યો છે.
અશ્વિનના જોરદાર પરફોર્મન્સ પર તેની પત્ની પ્રીતિ નારાયણન ઓળઘોળ થઇ ગઇ અને અશ્વિન માટે પ્રેમભર્યુ ટ્વીટ કરી દીધુ હતુ, આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર ફેન્સની વચ્ચે ખુબ વાયરલ થઇ રહ્યું છે.
શનિવારે ટેસ્ટ પુરી થયા બાદ પત્ની પ્રીતિ નારાયણને પતિ અશ્વિન માટે એક ઇમૉશનલ ટ્વીટ કરતા લખ્યું- હવે બબલ બ્રેક કરો અને જલ્દી ઘરે આવી જાઓ. આ ટ્વીટની સાથે તેને અશ્વિનની એક તસવીર પણ શેર કરી છે, જેમાં આ ઓફ સ્પીનર મેન ઓફ ધ મેચ એવોર્ડની સાથે ઉભેલો દેખાઇ રહ્યો છે. ખાસ વાત છે કે પત્ની પ્રીતિએ આ ટ્વીટમાં રેડ હાર્ટ ઇમૉજી શેર કરી છે, જે ચર્ચાનો વિષય બની છે.
ઉલ્લેખનીય છે કે આર અશ્વિને ઇંગ્લેન્ડ સામેની સીરીઝમાં 32 વિકેટની સાથે સાથે સદી ફટકારી હતી. આમા અશ્વિને બેટ અને બૉલ બન્નેથી ટીમને જીતાડવામાં મહત્વનુ યોગદાન આપ્યુ હતુ.
(પ્રતિકાત્મક તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement