શોધખોળ કરો

દમદાર બેટિંગ છતાં પુજારાએ પંતને આપી દીધી ફટકાબાજી ઓછી કરવાની સલાહ, જાણો કેમ

ઋષભ પંતની આક્રમક બેટિંગ પર પુજારાએ સલાહ આપતા કહ્યું કે, તેને પરિસ્થિતિઓને સૌથી ઉપર રાખીને બેટિંગમાં શૉટની પસંદગી કરવી જોઇએ, સમજદાર બનવુ જોઇએ, વધુ પડતી ફટકાબાજી ના કરવી જોઇએ

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઇની ચેપક સ્ટેડિયમમાં રમાઇ રહી છે. પ્રથમ ઇનિગંમાં લથડી ગયેલી ભારતીય ટીમને યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ટીમને સંભાળી હતી. ઋષભ પંત પોતાની નેચરલ બેટિંગ કરતા તાબડતોડ 91 રનની ઇનિંગ રમી હતી. હવે પંતની આ ઇનિંગ પર અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ તેને ખાસ સલાહ આપી છે. ઋષભ પંતની આક્રમક બેટિંગ પર પુજારાએ સલાહ આપતા કહ્યું કે, તેને પરિસ્થિતિઓને સૌથી ઉપર રાખીને બેટિંગમાં શૉટની પસંદગી કરવી જોઇએ, સમજદાર બનવુ જોઇએ, વધુ પડતી ફટકાબાજી ના કરવી જોઇએ. પુજારાએ કહ્યું- આ પંતની નેચરલ બેટિંગ છે, એટલે તેને વધુ રોકી નથી શકાતી. તે બુહ રક્ષાત્મક નથી થઇ શકતો, કેમકે આમ કરવાથી તે વધુ ઝડપથી આઉટ થઇ શકે છે. આ આક્રમક બેટિંગ તેની રમત માટે સારી છે કે તે પોતાના શૉટ ફટકારતો રહે, પરંતુ ક્યારેક ક્યારેક તેને બહુ સમજી વિચારીને શૉટ ફટકારવા જોઇએ. રક્ષાત્મક બેટિંગના દિગ્ગજ બેટ્સમેન પુજારાએ કહ્યું- પંતને એ સમજવાની જરૂર છે કે કયો શૉટ રમવાનો છે, અને કયો શૉટ નથી રમવાનો. તેને એ સમજવાની જરૂર છે કે પરિસ્થિતિઓ પ્રમાણે ક્રિઝ પર તેની જરૂરિયાત છે. વસ્તુઓને સંતુલિત કરવી તેના માટે સૌથી મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ઋષભ પંતે ફરી એકવાર તાબડતોડ વનડે સ્ટાઇલમાં બેટિંગ કરી હતી, પંતે માત્ર 88 બૉલમાં 91 રનની ઇનિંગ રમી હતી, જેમાં ફટકાબાજી કરીને તેને 5 છગ્ગા અને 9 ચોગ્ગા માર્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

Embed widget