શોધખોળ કરો
Advertisement
IND Vs ENG: ભારતીય બૉલરોનો તરખાટ, ઇંગ્લેન્ડ 134 રનમાં તંબુ ભેગુ, અશ્વિનની 5 વિકેટ
પ્રથમ બેટિંગમાં ઇંગ્લેન્ડ તરફથી કોઇપણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો ન હતો, માત્ર વિકેટકીપર બેટ્સમેન બેન ફૉક્સ 42 રન કરીને અણનમ રહ્યો હતો
IND vs ENG: ભારતીય બૉલરોએ બીજા દિવસની રમતમાં જબરદસ્ત પક્કડ બનાવતા ઇંગ્લિશ ટીમને માત્ર 134 રનમાં જ ઓલઆઉટ કરી દીધી, આ સાથે ભારતને 195 રનની જંગી લીડ પ્રાપ્ત થઇ છે. ભારત તરફથી સૌથી વધુ અશ્વિને 4 વિકેટ ઝડપી હતી, જ્યારે ઇશાંત શર્મા અને અક્ષર પટેલે 2-2 વિકેટ અને મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી.
પ્રથમ બેટિંગમાં ઇંગ્લેન્ડ તરફથી કોઇપણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો ન હતો, માત્ર વિકેટકીપર બેટ્સમેન બેન ફૉક્સ 42 રન કરીને અણનમ રહ્યો હતો.
કેવો રહ્યો પ્રથમ દિવસ
ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 161 રન, રહાણેએ 67 રન બનાવ્યા હતા. પુજારાએ 21 રનનું અને અશ્વિને 13 રનનું યોગદાન આપ્યું હતું. ગિલ અને કોહલી ખાતું પણ ખોલી શક્યા નહોતા. ભારતીય ટીમમાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા હતા.. અક્ષર પેટેલે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. જ્યારે બુમરાહ અને સુંદરના સ્થાને સિરાજ અને કુલદીપને સામેલ કરાયા હતા.
ભારતીય ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ
ઈંગ્લેન્ડની ટીમ
ડૉમ સિબ્લે, રોરી બર્ન્સ, ડેનિયલ લોરેન્સ, જો રૂટ(કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, સ્ટૂઅર્ટ બ્રોડ, જેક લીચ અને ઓલી સ્ટોન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement