શોધખોળ કરો

IND vs ENG: બેન ડકેટે ભારતીય બોલરોને હંફાવ્યા,બીજા દિવસના અંતે મજબૂત સ્થિતિમાં ઈંગ્લેન્ડ

IND vs ENG Day Report:  રાજકોટ ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટે 207 રન છે. આ રીતે ઈંગ્લેન્ડ પ્રથમ દાવના આધારે ભારતથી 238 રન પાછળ છે.

IND vs ENG Day Report:  રાજકોટ ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટે 207 રન છે. આ રીતે ઈંગ્લેન્ડ પ્રથમ દાવના આધારે ભારતથી 238 રન પાછળ છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. આજની રમતના અંતે ઈંગ્લેન્ડ તરફથી ઓપનર બેન ડકેટ અને જો રૂટ અણનમ પરત ફર્યા હતા. બેન ડકેટ 133 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે જો રૂટ 9 રન બનાવીને ક્રિઝ પર છે.

ભારત તરફથી રવિ અશ્વિન અને મોહમ્મદ સિરાજને 1-1 સફળતા મળી હતી. રવિ અશ્વિને ઓપનર જેક ક્રાઉલીને આઉટ કર્યો હતો. આ સાથે જ રવિ અશ્વિને ટેસ્ટ ફોર્મેટમાં 500 વિકેટનો આંકડો પાર કર્યો. જેક ક્રાઉલીએ 15 રન બનાવ્યા હતા. ઓલી પોપ 39 રન બનાવીને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો.

ભારતીય ટીમ 445 રનમાં ઓલઆઉટ

ભારતીય ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 445 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 112 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 131 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય સરફરાઝ ખાને 62 રન, ધ્રુવ જુરેલે 46 રન અને રવિચંદ્રન અશ્વિને 37 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં જસપ્રીત બુમરાહે 28 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. બુમરાહે ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી માર્ક વૂડે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય રેહાન અહેમદને બે સફળતા મળી. જેમ્સ એન્ડરસન, ટોમ હાર્ટલી અને જો રૂટે એક-એક વિકેટ લીધી હતી.

રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી

ભારત તરફથી રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદીની ઇનિંગ્સ રમી હતી. રોહિત શર્માએ 131 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 112 રન બનાવ્યા હતા. આ સિવાય સરફરાઝ ખાને ડેબ્યૂ ટેસ્ટમાં 62 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર માર્ક વૂડે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. રેહાન અહેમદને 2 સફળતા મળી. આ સિવાય જીમી એન્ડરસન, ટોમ હાર્ટલી અને જો રૂટે 1-1 વિકેટ લીધી હતી.

રોહિતે તેની 11મી સદી ફટકારી હતી

રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે તેની ટેસ્ટ કારકિર્દીની 11મી સદી ફટકારી હતી. ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે 15માં સ્થાને આવી ગયો છે. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય બાદ સદી ફટકારી છે. તેની છેલ્લી ટેસ્ટ સદી જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે આવી હતી.

રવિન્દ્ર જાડેજાએ ચોથી સદી ફટકારી હતી

રાજકોટમાં ફટકારેલી સદી રવિન્દ્ર જાડેજાની ટેસ્ટ ક્રિકેટમાં ચોથી સદી છે. જાડેજાએ રણજી ટ્રોફીમાં આ મેદાન પર ત્રેવડી સદી ફટકારી હતી. આ સાથે જ જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 3000થી વધુ રન અને 200થી વધુ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બની ગયો છે.                                                     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને મોટો ફટકો,બહાર થઈ શકે છે શુભમન ગિલ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને મોટો ફટકો,બહાર થઈ શકે છે શુભમન ગિલ?
દિલ્હી વિધાનસભા પરિસરમાં AAP ધારાસભ્યોના પ્રવેશ પર પ્રતિબંધ, આતિશીએ કહ્યું- 'બધી મર્યાદાઓ પાર કરી'
દિલ્હી વિધાનસભા પરિસરમાં AAP ધારાસભ્યોના પ્રવેશ પર પ્રતિબંધ, આતિશીએ કહ્યું- 'બધી મર્યાદાઓ પાર કરી'
Paytm એ એપમાં ઉમેર્યું AI સર્ચ ફીચર, આ કંપની સાથે કરી ભાગીદારી
Paytm એ એપમાં ઉમેર્યું AI સર્ચ ફીચર, આ કંપની સાથે કરી ભાગીદારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Board Exam: આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રો પરSurat Texttile Market Fire: 450 દુકાનો બળીને ખાખ, વેપારીઓ રડી પડ્યા | Abp Asmita | 27-2-2025Banaskantha Heart Attack: દાંતીવાડા ગ્રામપંચાયતના વીસીનું હાર્ટઅટેકથી મોત Watch VideoKutch: પઠાણી ઉઘરાણી કરતા કુખ્યાત ભાઈ બહેનોની ત્રિપુટી પાસા હેઠળ કરી દેવાયા જેલ ભેગા, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને મોટો ફટકો,બહાર થઈ શકે છે શુભમન ગિલ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને મોટો ફટકો,બહાર થઈ શકે છે શુભમન ગિલ?
દિલ્હી વિધાનસભા પરિસરમાં AAP ધારાસભ્યોના પ્રવેશ પર પ્રતિબંધ, આતિશીએ કહ્યું- 'બધી મર્યાદાઓ પાર કરી'
દિલ્હી વિધાનસભા પરિસરમાં AAP ધારાસભ્યોના પ્રવેશ પર પ્રતિબંધ, આતિશીએ કહ્યું- 'બધી મર્યાદાઓ પાર કરી'
Paytm એ એપમાં ઉમેર્યું AI સર્ચ ફીચર, આ કંપની સાથે કરી ભાગીદારી
Paytm એ એપમાં ઉમેર્યું AI સર્ચ ફીચર, આ કંપની સાથે કરી ભાગીદારી
નાણાં મંત્રાલય ગરીબોને આપી રહ્યું છે પૈસા! જો તમને પણ WhatsApp આવો મેસેજ આવો તો ચેતીજજો
નાણાં મંત્રાલય ગરીબોને આપી રહ્યું છે પૈસા! જો તમને પણ WhatsApp આવો મેસેજ આવો તો ચેતીજજો
Pune Rape Case:પૂણે દુષ્કર્મ કેસમાં આરોપી હજુ પણ ફરાર, NCWએ કેસનો માગ્યો રિપોર્ટ,10 અપડેટ્સ
Pune Rape Case:પૂણે દુષ્કર્મ કેસમાં આરોપી હજુ પણ ફરાર, NCWએ કેસનો માગ્યો રિપોર્ટ,10 અપડેટ્સ
March 2025 Festival List: માર્ચમાં હોળી સિવાય આ તારીખે આવશે આ મુખ્ય તહેવાર, કરી લો નોટ
March 2025 Festival List: માર્ચમાં હોળી સિવાય આ તારીખે આવશે આ મુખ્ય તહેવાર, કરી લો નોટ
Health Tips: શું તમારા બાળકો પણ ટીવી કે ફોન જોતા જોતા ખાય છે? જાણો તે કેટલું ખતરનાક છે
Health Tips: શું તમારા બાળકો પણ ટીવી કે ફોન જોતા જોતા ખાય છે? જાણો તે કેટલું ખતરનાક છે
Embed widget