શોધખોળ કરો

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ મૈનચેસ્ટરમાં ઈંગ્લેન્ડને 5 વિકેટથી હરાવ્યું, વનડે સિરીઝ 2-1થી જીતી

માન્ચેસ્ટર વનડેમાં ભારતે ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવી શાનદાર જીત નોંધાવી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે.

England vs India: માન્ચેસ્ટર વનડેમાં ભારતે ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવી શાનદાર જીત નોંધાવી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે. ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 260 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે રિષભ પંતે જોરદાર સદી ફટકારી હતી. બીજી તરફ હાર્દિક પંડ્યાએ ઓલરાઉન્ડ પ્રદર્શન આપ્યું હતું.

ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર શિખર ધવન માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત 17 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી પણ 17 રન બનાવીને પવેલિયન પરત ફર્યો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવે 28 બોલનો સામનો કર્યો અને એક ફોરની મદદથી 16 રન બનાવ્યા.

હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે ટીમ ઈન્ડિયા માટે જોરદાર ભાગીદારી કરી અને ભારતને જીત તરફ લઈ ગયા હતા. આ પછી પંડ્યા 55 બોલમાં 71 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે, ઋષભ પંતે તોફાની પ્રદર્શન કરીને પોતાના ODI કરીયરની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 113 બોલમાં 16 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 125 રન બનાવ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજા 7 રન બનાવી અણનમ રહ્યો હતો.

ભારતની ઈનિંગ દરમિયાન ઈંગ્લેન્ડ માટે ટોપ્લેએ 7 ઓવરમાં 35 રન આપીને 3 વિકેટ લીધી હતી. તો  ઓવરટોન અને કાર્સીએ પણ એક-એક વિકેટ લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 45.5 ઓવરમાં ઓલઆઉટ થતા પહેલા 259 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ માટે કેપ્ટન જોસ બટલરે 60 રન બનાવ્યા હતા. તેણે 80 બોલમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ઓપનર જેસન રોયે 31 બોલમાં 41 રન બનાવ્યા હતા. લિવિંગસ્ટોને 27 રનનું યોગદાન આપ્યું હતું. ડેવિડ વિલીએ 18 રનનું યોગદાન આપ્યું હતું.

ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 7 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 3 મેડન ઓવર પણ કાઢી હતી. મોહમ્મદ સિરાજે 9 ઓવરમાં 66 રન આપીને 2 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 9.5 ઓવરમાં 60 રન આપીને 3 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાને પણ સફળતા મળી હતી.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget