IND vs ENG: ટેસ્ટ મેચમાં ભારતનો કેપ્ટન બન્યો જસપ્રિત બુમરાહ, રોહિત શર્મા થયો બહાર
રોહિતનો આજે ગુરુવારે સવારે ફરીથી આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટના પરીણામમાં રોહિત ફરીથી કોરોના પોઝિટીવ આવ્યો હતો.
India vs England 5th Test, Jasprit Bumrah Captain: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કાલે એટકે કે 1 જુલાઈથી પાંચમી રિ-શેડ્યુલ ટેસ્ટ મેચ રમાશે. રોહિત શર્મા અત્યાર સુધી કોરોનાથી રિકવર નથી થઈ શક્યો. એવામાં ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ટીમ ઈન્ડિયાનું સુકાની પદ સોંપાયું છે.
ઋષભ પંતને વાઈસ કેપ્ટન બનાવાયોઃ
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા શુક્રવારથી ઈંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટમાંથી ફાઈનલી બહાર થઈ ગયો છે. રોહિતનો આજે ગુરુવારે સવારે ફરીથી આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટના પરીણામમાં રોહિત ફરીથી કોરોના પોઝિટીવ આવ્યો હતો. ત્યાર બાદ અખિલ ભારતીય સિનિયર સિલેક્ટર કમિટીએ જસપ્રિત બુમરાહને આગામી ટેસ્ટ માટે કેપ્ટન બનાવ્યો છે. આ સાથે ઋષભ પંતને ટીમનો વાઈસ કેપ્ટન બનાવાયો છે.
ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરીઃ
ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11: એલેક્સ લીસ, જૈક ક્રાઉલી, ઓલી પોપ, જો રુટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), સૈમ બિલિંગ્સ (વિકેટકીપર), મેથ્યુ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જૈક લીચ અને જેમ્સ એન્ડરસન.
ઇંગ્લેન્ડની ટીમે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમી હતી, જેમાં છેલ્લી ટેસ્ટ મેચમાં 7 વિકેટે જીત મેળવી હતી. ઇંગ્લેન્ડની ટીમે ગત પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે અને હવે ટીમ ભારત સાથે આ નવી ટીમ સાથે મેદાનમાં ઉતરશે. છેલ્લી ટેસ્ટમાં સામેલ વિકેટકીપર બેન ફોક્સ અને જેમી ઓવર્ટોનને ટીમમાં સ્થાન નથી અપાયું. પ્લેઇંગ-11માં તેના સ્થાને વિકેટકીપર સેમ બિલિંગ્સની સાથે અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનને તક આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ