શોધખોળ કરો

IND Vs ENG: બુમરાહ રચી શકે છે ઇતિહાસ, જાણો વિગત

તે 100 વિકેટ ઝડપવાથી માત્ર 5 વિકેટ દૂર છે.  જો તે લીડ્સમાં ઈંગ્લેન્ડના 5 બેટ્સમેનનને આઉટ કરી દેશે તો તે મહાન ઓલરાઉન્ડર કપિલ દેવનો રેકોર્ડ તોડી નાંખશે. બુમરાહ 22 ટેસ્ટ મેચમાં 95 વિકેટ  ઝડપી ચૂક્યો છે.

IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ માટે ખાસ બની શકે છે. તે 100 વિકેટ ઝડપવાથી માત્ર 5 વિકેટ દૂર છે.  જો તે લીડ્સમાં ઈંગ્લેન્ડના 5 બેટ્સમેનનને આઉટ કરી દેશે તો તે મહાન ઓલરાઉન્ડર કપિલ દેવનો રેકોર્ડ તોડી નાંખશે. બુમરાહ 22 ટેસ્ટ મેચમાં 95 વિકેટ  ઝડપી ચૂક્યો છે.

જો આવું થશે તો જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનારો પેસ બોલર બની જશે. કપિલ દેવની વાત કરીએ તો તેણે 25 ટેસ્ટ મેચમાં 100 વિકેટ પૂરી કરી હતી. આ સિદ્ધિ મેળવતાની સાથે જ બુમરાહ મનોજ પ્રભાકર (96 વિકેટ) અને વેંકટેશ પ્રસાદ (95 વિકેટ)નો પણ રેકોર્ડ તોડી નાંખશે. 

ભારત માટે અત્યાર સુધી 7 બોલરો ટેસ્ટ ક્રિકેટમાં 100થી વધારે વિકેટ ઝડપી ચૂક્યા છે. આ યાદીમાં કપિલ દવે, ઝહીર ખાન, જવાગલ શ્રીનાથ, ઈશાંત શર્મા, કરસન ધાવરી, ઈરફાન પઠાણ અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. ભારત માટે ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલરમાં અનિલ કુંબલે ટોપ પર છે. તેના નામે 619 વિકેટ છે. જ્યારે સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે છે. તેણે પોતાની 18મી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

જોકે, મેચ પહેલા જ ટીમ ઇન્ડિયા પહેલાથી જ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. લૉર્ડ્સ ટેસ્ટમાં જીત મળ્યા બાદ પણ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સામે મોટો પડકાર આજની મેચમાં પ્લેઇંગ સિલેક્ટ કરવાનો છે. કેપ્ટન અને કૉચ બન્ને માટે પ્લેઇંગ ઇલેવનમાં કોણે સામેલ કરવા તે મોટી મુશ્કેલી સામે આવી છે. 

વિરાટ કોહલીની સામે સૌથી મોટી સમસ્યા પોતાની બૉલિંગ લાઇનઅપને લઇને છે. લૉર્ડ્સમાં ચારેય ફાસ્ટ બૉલરોએ ભારત માટે સારુ પ્રદર્શન કર્યુ છે. ઇશાન્ત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ. લૉર્ડ્સ ટેસ્ટમાં 20 માંથી 19 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા.  

ઇન્ડિયાએ બીજી ટેસ્ટમાં શાર્દૂલ ઠાકુરને ઇજા થવાના કારણે ઇશાન્ત શર્માને પ્લેઇંગ ઇલેવનમાં મોકો આપ્યો હતો. પરંતુ હવે શાર્દૂલ ઠાકુર એકદમ ફિટ થઇ ચૂક્યો છે, પરંતુ હવે કેપ્ટન કોહલીને સમજમાં નથી આવી રહ્યું કે શાર્દૂલ ઠાકુરને ટીમમાં જગ્યા આપવા માટે કયા બૉલરને બહાર બેસાડવો.

અશ્વિનને બહાર રાખવો ખુબ મશ્કેલ-
એટલુ જ નહીં અત્યાર સુધી ઇન્ડિયાએ પોતાના સ્ટાર સ્પીનર આર અશ્વિનને આ સીરીઝમા મોકો નથી આપ્યો. અશ્વિન જેવા ખેલાડીને બહાર રાખવો કોઇપણ કેપ્ટન માટે આસાન કામ નથી. ટીમ ઇન્ડિયા રવિન્દ્ર જાડેજાને બેટિંગના કારણે તેને પ્રાથમિકતા આપી રહી છે. બેટિંગમાં તો જાડેજા કમાલ કરી રહ્યો છે, પરંતુ બૉલિંગના ફ્રન્ટ પર તેને નિરાશ કર્યા છે. છતાં તેને ત્રીજી ટેસ્ટમાં પણ જાડેજાને જ પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે.

ટીમ ઇન્ડિયા પોતાના દિગ્ગજ ખેલાડીઓ ચેતેશ્વર પુજારા અને અજિંક્યે રહાણેના ખરાબ ફોર્મના કારણે પણ ચિંતિત છે. બીજી ટેસ્ટમાં બીજી ઇનિંગમાં જોકે આ બન્ને મહત્વની ઇનિંગ રમવામાં સફળ રહ્યાં હતા. સૂર્યકુમાર યાદવ પણ હવે ક્વૉરન્ટાઇન પીરિયડ પુરો કરી ચૂક્યો છે, અને સિલેક્શન માટે ઉપલબ્ધ છે. વિરાટ કોહલીની સામે એ પણ મુશ્કેલી છે કે તે આ બન્નેમાંથી કોયા ખેલાડીને બહાર બેસાડવો, કે પછી સૂર્યકુમારને કોઇને બહાર રાખીને ડેબ્યૂનો મોકો આપવો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget