IND vs ENG 1st Test: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઈવ ટેલિકાસ્ટ
Ind vs ENG 1st Test: ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ -2 નો આરંભ થશે.
ટ્રેંટ બ્રિજઃ ભારત ઈને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો આજથી પ્રારંભ થશે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ ટ્રેંટ બ્રિજમાં રમાશે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ -2 નો આરંભ થશે. ઓપનર શુબમન ગિલ સહિત બે ખેલાડી ઈજાગ્રસ્ત થતાં તેમના રિપ્લેસમેન્ટ તરીકે પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવને મોકલવામાં આવ્યા છે.
આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર આવ્યા છે. મયંક અગ્રવાલ પ્રથમ ટેસ્ટમાં નહીં રમે. ગઈકાલે પ્રેક્ટિસ દરમિયાન સિરાજનો બાઉન્સર માથામાં વાગ્યો હતો. જેના કારણે તે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
ઓપનિંગમાં રોહિત શર્માની સાથે કેએલ રાહુલ આવી શકે છે. જ્યારે ત્રીજા ક્રમે ચેતેશ્વર પુજારા, ચોથા ક્રમે કેપ્ટન વિરાટ કોહલી કોહલી, પાંચમા ક્રમે વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે નિશ્ચિત છે. છઠ્ઠા સ્થાને વિકેટકિપર બેટ્મસેન રિષભ પંત, સાતમા ક્રમે ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને તે પછી આઠમા ક્રમે શાર્દુલ ઠાકુર, નવમા ક્રમે મોહમ્મદ શમી, દસમા ક્રમે ઈશાંત શર્મા અને અગિયારમા ક્રમે જસપ્રીત બુમરાહ ઉતરી શકે છે.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય પ્રમાણે ટેસ્ટ 3.30 કલાકે શરૂ થશે. બપોરે 3 કલાકે ટોસ થશે.
કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
મેચનું લાઇવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. મેચનું લાઇવ સ્ટ્રિમિંગ સોની લિવ એપ અને જિયો એપથી જોઈ શકાશે.
આવી હોઈ શકે છે પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, લોકેશ રાહુલ ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ
- પ્રથમ ટેસ્ટઃ 4 થી 8 ઓગસ્ટ, ટ્રેંટ બ્રિજ, નોટિંઘમ
- બીજી ટેસ્ટઃ 12 થી 16 ઓગસ્ટ, લોર્ડ્સ, લંડન
- ત્રીજી ટેસ્ટઃ 25 થી 29 ઓગસ્ટ, હેડિંગ્લી, લીડ્સ
- ચોથી ટેસ્ટઃ 2 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર, કેનિંગ્સ્ટન, ઓવલ
- પાંચમી ટેસ્ટઃ 10 થી 14 સપ્ટેમ્બર, ઓલ્ડ ટ્રેફર્ડ, માંચેસ્ટર