IND vs ENG Test Series 2025 : Star Sports નહીં, હવે અહીં જોઇ શકશો ભારત-ઈગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ, અચાનક બદલ્યો નિર્ણય
IND vs ENG Test Series 2025 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ 5 ટેસ્ટ મેચ રમાશે, જે શુક્રવાર, 20 જૂનથી શરૂ થશે.

IND vs ENG Test Series 2025 : ભારતીય ક્રિકેટ ટીમ તેના ઇંગ્લેન્ડ પ્રવાસ માટે તૈયાર છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને આર. અશ્વિનના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ આ વખતે ટીમના કેપ્ટન યુવા બેટ્સમેન શુભમન ગિલના હાથમાં છે, જે પોતાની કેપ્ટનશીપ હેઠળ ઇંગ્લેન્ડમાં યુવા ટીમ સાથે પહેલી ટેસ્ટ સીરિઝ રમવા જઈ રહ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ 5 ટેસ્ટ મેચ રમાશે, જે શુક્રવાર, 20 જૂનથી શરૂ થશે. ખાસ વાત એ છે કે આ વખતે ટેસ્ટ મેચોના લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ માટેનું પ્લેટફોર્મ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આ વખતે ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ પર આ સીરિઝ લાઇવ જોઈ શકશે નહીં.
હવે સ્ટાર સ્પોર્ટ્સ નહીં, આ પ્લેટફોર્મ પર જુઓ ટેસ્ટ સીરિઝ
IPL 2025 સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports Network) અને JioHotstar પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવતું હતું, પરંતુ હવે આ પ્લેટફોર્મ ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ માટે બદલાઈ ગયું છે. હવે આ ટેસ્ટ સીરિઝનું લાઇવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. આ શ્રેણીની બધી મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ પહેલાની જેમ જ ચાહકો માટે Jio Hotstar એપ પર કરવામાં આવશે.
ટેસ્ટ મેચ ક્યાં અને ક્યારે રમાશે
પ્રથમ ટેસ્ટ મેચ: 20 જૂનથી, હેડિંગ્લી, લીડ્સ
બીજી ટેસ્ટ મેચ: 2 જૂલાઈથી, એજબેસ્ટન
ત્રીજી ટેસ્ટ મેચ: 10 જૂલાઈથી, લોર્ડ્સ, લંડન
ચોથી ટેસ્ટ મેચ: 23 જૂલાઈથી, માન્ચેસ્ટર
પાંચમી ટેસ્ટ મેચ: 31 જૂલાઈથી, કેનિંગ્ટન ઓવલ
શુભમન ગિલ માટે આ પ્રવાસ ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે આ તેની પ્રથમ ટેસ્ટ છે જ્યારે તે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સંભાળશે. ઇંગ્લેન્ડની પીચો પર ટેસ્ટ શ્રેણી હંમેશા ખાસ માનવામાં આવે છે અને ચાહકોને ગિલના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયા પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. આવી સ્થિતિમાં એ જોવું રસપ્રદ રહેશે કે યુવા કેપ્ટન કેવી રીતે રણનીતિ બનાવે છે અને તેની જ ધરતી પર ઇંગ્લિશ ટીમને પડકાર આપે છે.
ભારત A ટીમ શુભમન ગિલના નેતૃત્વ હેઠળની મુખ્ય ટીમ સાથે પ્રેક્ટિસ મેચ રમી રહી છે. બીજા દિવસે ભારત A માટે રમતા સરફરાઝ ખાને શાનદાર સદી ફટકારી હતી, આ પહેલા પણ તેણે ઇંગ્લેન્ડમાં શાનદાર ઇનિંગ રમી હતી. જોકે તે ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ નથી, પરંતુ શું તે હવે પ્રવેશ કરી શકે છે?
ભારત અને ભારત A ટીમ વચ્ચે ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચ કેન્ટી કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. જ્યારે સરફરાઝ ખાને સદી ફટકારી હતી, ત્યારે જસપ્રીત બુમરાહને એક પણ વિકેટ મળી ન હતી, મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી પરંતુ તેણે ઘણા રન આપ્યા હતા.




















