ઇશાન કિશને ડેબ્યૂ મેચમાં જ કેમ ફટકારી દીધી ફિફ્ટી, ઇશાનને તેના કૉચે પહેલી ફિફ્ટી માટે શું કહેલુ, જાણો વિગતે
કિશને પૉસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે, તેના કૉચના પિતા થોડાક દિવસ પહેલા જ ગુજરી ગયા છે, આ ઇનિંગ તેમના માટે છે. કિશને કહ્યું કે, હું ખુદને સાબિત કરવા માંગતો હતો, કેમકે મારા કૉચે કહ્યું હતુ કે આ એવોર્ડ મારા પિતા માટે કમ સે કમ અર્ધસદી તો બનાવજે જ. એટલે હું આ એવોર્ડ તેમને સમર્પિત કરુ છું
અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રવિવારે સીરીઝની બીજી ટી20 મેચ રમાઇ, ભારતીય ટીમ આ મેચને આસાનીથી જીતી લીધી. ભારતની જીતમાં કેપ્ટન કોહલીની સાથે સાથે ડેબ્યૂ ક્રિકેટર ઇશાન કિશનની ઇનિંગ જબરદસ્ત ચર્ચામાં રહી. ઇશાને ડેબ્યૂ મેચમાં જ જબરદસ્ત ફિફ્ટી ફટકારીને બધાને ચોંકાવી દીધા. તેને 32 બૉલમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી શાનદાર 56 રન ફટકાર્યા હતા. ઇશાનની ડેબ્યૂ ઇનિંગ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ ખાસ વાત છે કે આ ડેબ્યૂ ઇનિંગને મેન ઓફ ધ મેચ બનેલા ઇશાન કિશને પોતાના કૉચને ડેડિકેટ કરી દીધી હતી.
કિશને પૉસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે, તેના કૉચના પિતા થોડાક દિવસ પહેલા જ ગુજરી ગયા છે, આ ઇનિંગ તેમના માટે છે. કિશને કહ્યું કે, હું ખુદને સાબિત કરવા માંગતો હતો, કેમકે મારા કૉચે કહ્યું હતુ કે આ એવોર્ડ મારા પિતા માટે કમ સે કમ અર્ધસદી તો બનાવજે જ. એટલે હું આ એવોર્ડ તેમને સમર્પિત કરુ છું.
કિશને કહ્યું કે, આ સ્પેશ્યલ ફિલિંગ છે, તેને નથી ખબર કે આ પ્રકારની ફિલિંગ ફરી ક્યારેય અનુભવાશે, ખુદ પર ખુબ ગર્વ છે અને તમામ કૉચ, સીનિયર્સ અને મદદ કરનારાઓનો આભાર માનુ છું. હવે સમય છે કે તેમને એ બતાવવામાં આવે કે મારી પાસે શું કાબિલિયત છે. આ ઇનિંગ માટે મારી પાસે ખુબ ભૂખ છે.
નોંધનીય છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી20માં ભારતીય ટીમે જબરદસ્ત જીત મેળવી છે. ટૉસ જીતીને ભારતે ઇંગ્લેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવર રમી 6 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા, ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ જેસન રૉયે 46 રન બનાવ્યા હતા. જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ આ મેચ 7 વિકેટથી જીતી લીધી હતી. ભારતે 17.5 ઓવર રમીને 3 વિકેટના નુકશાન પર 166 રન બનાવી લીધા હતા. ભારત તરફથી સૌથી વધુ કેપ્ટન કોહલીએ 73 રન અને ઇશાન કિશને 56 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ ટી20 સીરીઝમાં બન્ને ટીમો 1-1ની બરાબરી પર છે.