(Source: ECI/ABP News/ABP Majha)
કોહલીને ટીવી પર ને મેદાન પર તો જોયો છે પણ............ વિરાટના એટીટ્યૂડને લઇને ઇશાન કિશને શું કહ્યું, જાણો વિગતે
ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી20 મેચોની સીરીઝની બીજી ટી20માં ઈશાન કિશને તક આપવામાં આવી હતી. ઇશાને આ સાથે ટી20માં ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કર્યુ, આ દરમિયાન ઓપનિંગમાં આવેલા ઇશાને ફિફટી ફટકારી, તેણે 36 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 56 રન કર્યા હતા. જોકે આદિલ રાશિદની બોલિંગમાં એલબીડબલ્યૂ થયો હતો. ઇશાને કપ્તાન વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે મહત્વની મેચ વિનિંગ 94 રનની પાર્ટનરશીપ કરી હતી. સામે છેડે કોહલીને રમતો જોઇને ઇશાન કિશને કોહલી વિશે ખાસ વાત કરી હતી.
અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ઓપનર ઇશાન કિશને ધમાલ મચાવતા ડેબ્યૂ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી દીધી. ઇશાનની આ હાફ સેન્ચૂરીની દરેક લોકો પ્રસંશા કરી રહ્યાં છે. ત્યારે ઇશાન કિશને કેપ્ટન કોહલીના એટીટ્યૂડ વિશે વાત કરીને કોહલીને પ્રસંશા કરી છે.
ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી20 મેચોની સીરીઝની બીજી ટી20માં ઈશાન કિશને તક આપવામાં આવી હતી. ઇશાને આ સાથે ટી20માં ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કર્યુ, આ દરમિયાન ઓપનિંગમાં આવેલા ઇશાને ફિફટી ફટકારી, તેણે 36 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 56 રન કર્યા હતા. જોકે આદિલ રાશિદની બોલિંગમાં એલબીડબલ્યૂ થયો હતો. ઇશાને કપ્તાન વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે મહત્વની મેચ વિનિંગ 94 રનની પાર્ટનરશીપ કરી હતી. સામે છેડે કોહલીને રમતો જોઇને ઇશાન કિશને કોહલી વિશે ખાસ વાત કરી હતી.
કોહલી માટે શું કહ્યું ઇશાન કિશને.....
કિશને કેપ્ટન કોહલી વિશે વાત કરતા કહ્યું કે, - તે આ સીરીઝ દરમિયાન કેપ્ટન કોહલીના દિમાગને પકડી શકશે. તેને કહ્યું- મારા માટે ગર્વની વાત છે કે કેમકે મે તેમને ટીવી પર જ જોયો છે, મેદાન પર તેનો એટીટ્યૂડ જોયો છે, પરંતુ બીજા છેડા પર રહીને તેને જોવો એક અલગ જ અનુભવ છે. મને લાગે છે કે, આનાથી મારામાં પરિવર્તન આવી શકે છે. તેની એનર્જી, જે રીતે તે મેદાન પર દેખાય છે, તેનાથી ઘણુ બધુ શીખવા મળે છે, જે રીતે તે મેદાન પર વાત કરે છે, તેનાથી તમારા પરથી પ્રેસર હટી જાય છે. જે રીતે તે મેદાન પર વાત કરે છે. હું ઇચ્છુછુ કે આ સીરીઝમાં તેમની પાસેથી વધુમાં વધુ શીખુ.
બીજી ટી20 હાઇલાઇટ્સ....
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી20માં ભારતીય ટીમે જબરદસ્ત જીત મેળવી છે. ટૉસ જીતીને ભારતે ઇંગ્લેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવર રમી 6 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા, ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ જેસન રૉયે 46 રન બનાવ્યા હતા. જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ આ મેચ 7 વિકેટથી જીતી લીધી હતી. ભારતે 17.5 ઓવર રમીને 3 વિકેટના નુકશાન પર 166 રન બનાવી લીધા હતા. ભારત તરફથી સૌથી વધુ કેપ્ટન કોહલીએ 73 રન અને ઇશાન કિશને 56 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ ટી20 સીરીઝમાં બન્ને ટીમો 1-1ની બરાબરી પર છે.