IND Vs ENG T20I Series: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં અત્યાર સુધી નથી હારી ભારતીય ટીમ, પ્રથમવાર ઇગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝ
IND Vs ENG T20I Series: કેપ્ટન તરીકે તેમનો અત્યાર સુધીનો પ્રભાવશાળી રેકોર્ડ રહ્યો છે. સૂર્યાની કેપ્ટનશીપમાં અત્યાર સુધી ભારત એક પણ ટી-20 સીરિઝ હાર્યું નથી.

IND Vs ENG T20I Series: ભારતીય ક્રિકેટ ટીમ હવે તેના આગામી મિશનની ખૂબ નજીક છે. ટીમને ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટી-20 સીરિઝ રમવાની છે. તેની પહેલી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ ટી-20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ કરી રહ્યા છે.
— BCCI (@BCCI) January 20, 2025
કેપ્ટન તરીકે સૂર્યાની કારકિર્દીમાં આ છઠ્ઠી દ્વિપક્ષીય ટી-20 સીરિઝ છે. કેપ્ટન તરીકે તેમનો અત્યાર સુધીનો પ્રભાવશાળી રેકોર્ડ રહ્યો છે. સૂર્યાની કેપ્ટનશીપમાં અત્યાર સુધી ભારત એક પણ ટી-20 સીરિઝ હાર્યું નથી. ઉપરાંત, સૂર્યા પહેલીવાર ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં કેપ્ટનશીપ કરશે.
સૂર્યાની કેપ્ટનશીપમાં આ 4 ટીમોને હરાવી
સૂર્યકુમાર યાદવને નવેમ્બર 2023માં પહેલીવાર કેપ્ટનશીપ મળી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે રમાયેલી ટી-20 શ્રેણીમાં કમાન સંભાળી હતી. પાંચ મેચની આ ટી-20 સીરિઝમાં ભારતીય ટીમે 4-1થી જીત મેળવી હતી. આ પછી ભારતીય ટીમનો અપરાજિત રથ સૂર્યાની કેપ્ટનશીપમાં આગળ વધતો રહ્યો.
ઓસ્ટ્રેલિયા પછી ભારતીય ટીમે સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો. અહીં 2 મેચની T20 શ્રેણી 1-1થી બરાબર રહી હતી. આ પછી શ્રીલંકાનો તેના જ ઘરમાં 2-0થી પરાજય થયો હતો. જ્યારે બાંગ્લાદેશને ઘરઆંગણે રમાયેલી T20 શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.
સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી T20 શ્રેણી રમી હતી. ભારતીય ટીમે આ ચાર મેચની દ્વિપક્ષીય T20 શ્રેણી 3-1થી જીતી હતી. હવે સૂર્યાનો મુશ્કેલ પડકાર ઇંગ્લેન્ડ સામે છે.
T20 પછી વન-ડે શ્રેણી પણ રમાશે
ભારતના પ્રવાસ પર ઇંગ્લેન્ડની ટીમ પહેલા 5 મેચની T20 શ્રેણી રમશે. પહેલી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતામાં રમાશે. ટી-20 પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી પણ ODI ફોર્મેટમાં હશે. આવી સ્થિતિમાં આ શ્રેણી બંને ટીમો માટે પ્રેક્ટિસ જેવી રહેશે. શ્રેણીની પહેલી વનડે 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે.
ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ , વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).
ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર, નાઇજીરિયાએ ન્યૂઝીલેન્ડને હરાવી દુનિયાને ચોંકાવી દીધી




















