શોધખોળ કરો
Advertisement
ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના નામે 66 વર્ષ બાદ નોંધાયો આ મોટો રેકોર્ડ, પહેલા હતો પાકિસ્તાનના નામે, જાણો વિગતે
ખરેખરમાં ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 95.5 ઓવર રમીને 329 રન બનાવ્યા, પરંતુ ભારતીય ટીમના આ સ્કૉરમાં એકપણ એક્સ્ટ્રા રન ન હતા
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટમાં દમદાર પ્રદર્શન કરતાં ઇંગ્લેન્ડને ઘૂંટણીયે પાડી દીધુ છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે જબરદસ્ત બેટિંગ કરતાં 329 રનનો વિશાળ લક્ષ્ય મહેમાન ટીમની સામે ખડકી દીધો. આ લક્ષ્યની સાથે સાથે ભારતીય ટીમ માટે અચાનક એક મોટો રેકોર્ડ પણ નોંધાઇ ગયો છે.
ખરેખરમાં ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 95.5 ઓવર રમીને 329 રન બનાવ્યા, પરંતુ ભારતીય ટીમના આ સ્કૉરમાં એકપણ એક્સ્ટ્રા રન ન હતા. આમ એકપણ એક્સ્ટ્રા રન લીધા વિના 329 રન જેટલો વિશાળ સ્કૉર કરનારી ટીમ ઇન્ડિયા એકમાત્ર ટીમ બની ગઇ છે.
આ પહેલા એકપણ એક્સ્ટ્રા રન લીધા વિના 328 રન પાકિસ્તાની ટીમે કર્યો હતો, પાકિસ્તાની ટીમે 1955માં લાહોરમાં ભારતીય ટીમની સામે જ રેકોર્ડ નોંધાવ્યો હતો. તે સમયે પાકિસ્તાની ટીમે 187.5 ઓવર રમી હતી અને 328 રન કર્યા હતા, આમાં એકપણ એકસ્ટ્રા રન સામેલ ન હતા. આમ હવે આ રેકોર્ડ ભારતીય ટીમના નામે 66 વર્ષ બાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion