શોધખોળ કરો
Advertisement
Ind vs Eng: બીજી ટેસ્ટમાંથી વિરાટ આ ત્રણ દિગ્ગજોને કરી શકે છે ટીમમાંથી બહાર, જાણો કોણ કોણ છે તે.......
રિપોર્ટ છે કે કોહલી બીજી ટેસ્ટમાં જીત મેળવી ટિકાકારોને બંધ કરવા પ્રયાશ કરશે, આ માટે ટીમમાં ત્રણ મોટા ફેરફારો કરી શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ છે, જેમાં ઇંગ્લેન્ડ ટીમે પ્રથમ ટેસ્ટ જીતીને 1-0થી લીડ બનાવી દીધી છે
નવી દિલ્હીઃ પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે કારમી હાર મળતા કેપ્ટન કોહલી પર બીજી ટેસ્ટ જીતીને સીરીઝને જીવતી રાખવાનુ દબાણ વધી ગયુ છે. ચેન્નાઇના ચેપક મેદાનમાં ઇંગ્લિશ ટીમે ભારતીય ટીમને 227 રનથી શરમજનક હાર આપી, આ સાથે કોહલી કેપ્ટનશીપ પર પણ સવાલો ઉઠવાના શરૂ થઇ ગયા છે. રિપોર્ટ છે કે કોહલી બીજી ટેસ્ટમાં જીત મેળવી ટિકાકારોને બંધ કરવા પ્રયાશ કરશે, આ માટે ટીમમાં ત્રણ મોટા ફેરફારો કરી શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ છે, જેમાં ઇંગ્લેન્ડ ટીમે પ્રથમ ટેસ્ટ જીતીને 1-0થી લીડ બનાવી દીધી છે.
કેપ્ટન કોહલી કરી શકે છે ત્રણ મોટા ફેરફારો....
શાહબાઝ નદીમની જગ્યાએ કુલદીપ યાદવ....
રિપોર્ટ પ્રમાણે બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવને મોકો આપવામાં આવી શકે છે. પ્રથમ ટેસ્ટમાં ટીમમાં શાહબાઝ નદીમને રમાડવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય પરફોર્મન્સના અભાવે હવે તેની છુટ્ટી નક્કી મનાયછે, શાહબાઝની જગ્યાએ કુલદીપને જગ્યા મળી શકે છે.
અજિંક્યે રહાણેની જગ્યાએ કેએલ રાહુલ....
રિપોર્ટ એવા પણ છે કે બીજી ટેસ્ટમાં મીડિલ ઓર્ડર બેટ્સમેન અને ઉપકેપ્ટન રહાણેને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. રહાણેની જગ્યાએ લોકેશ રાહુલને જગ્યા મળી શકે છે. લોકેશ રાહુલ છેલ્લા કેટલાય સમયથી ટેસ્ટ ટીમમાંથી બહાર છે.
રોહિત શર્માના સ્થાને મયંક અગ્રવાલ....
વિસ્ફોટક ઓપનર રોહિત શર્માનુ બીજી ટેસ્ટમાંથી પત્તુ કપાઇ શકે છે. ઓપનિંગમાં નિષ્ફળ રહ્યાં બાદ તેની જગ્યાએ હવે મયંક અગ્રવાલને મોકો આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ઘરેલુ મેદાન પર ઓપનર મયંક અગ્રવાલ સારી શરૂઆત અપાવવામાં અનેકવાર સફળ રહ્યો છે. જ્યારે રોહિત ઓપનિંગમા સતત નિષ્ફળ જઇ રહ્યો છે.
(પ્રતિકાત્મક તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion