શોધખોળ કરો
Advertisement
વિરાટ પર ખતરો, ઇંગ્લેન્ડ સામેની અમદાવાદની ટેસ્ટમાંથી થઇ શકે છે બહાર, જાણો શું છે મામલો
આગામી ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના ગ્રાઉન્ડ પર રમાવવાની છે. આ મેચ પહેલા વિરાટની મુશ્કેલીમાં વધારો થયો છે, રિપોર્ટ પ્રમાણે વિરાટને અમદાવાદની ટેસ્ટમાંથી બહાર થવુ પડી શકે છે, એટલે કે વિરાટને એક ટેસ્ટનો પ્રતિબંધ ઝીલવો પડી શકે છે. જાણો શું છે મામલો.....
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાની કેપ્ટન વિરાટ કોહલી પર વધુ મોટી મુશ્કેલી આવી શકે છે. ઇંગ્લેન્ડ સામે હાલ ચાર મેચોની ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે, અને બન્ને ટીમો એક-એક ટેસ્ટ જીતીને સીરીઝમાં બરાબરી પર છે, હવે આગામી ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના ગ્રાઉન્ડ પર રમાવવાની છે. આ મેચ પહેલા વિરાટની મુશ્કેલીમાં વધારો થયો છે, રિપોર્ટ પ્રમાણે વિરાટને અમદાવાદની ટેસ્ટમાંથી બહાર થવુ પડી શકે છે, એટલે કે વિરાટને એક ટેસ્ટનો પ્રતિબંધ ઝીલવો પડી શકે છે. જાણો શું છે મામલો.....
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બીજી ટેસ્ટના ત્રીજા દિવસે એમ્પાયર નિતિન મેનનના એક ડિસીઝન પર નારાજગી દર્શાવી હતી અને તેમની સાથે ઘર્ષણ કરવા લાગ્યો હતો. મેદાન પર ખાસ્સી વાર સુધી વિરાટે એમ્પાયર સાથે દલીલો કરી હતી, આ ઘટના રૂટના આઉટ ના આપવાના કારણે ઉભી થઇ અને વિરાટ એમ્પ્યાર પર ગુસ્સે થઇ ગયો હતો. વિરાટની આ ભૂલના કારણે હવે ત્રીજી ટેસ્ટ રમવા માટે તેના પર બેન લાગી શકે છે.
આઇસીસીના નિયમ પ્રમાણે એમ્પાયરના ફેંસલા પર નારાજગી દર્શાવવાના કારણે ખેલાડી પર લેવલ 1 કે લેવલ 2નો ચાર્જ લાગી શકે છે. આ ચાર્જના કારણે ખેલાડીને 1 થી 4ની વચ્ચે જ ડિમેરિટ પૉઇન્ટ આપવામાં આવે છે. જો કોઇ ખેલાડીને 24 મહિનાના અંતરાલમાં ચાર ડિમેરિટ પૉઇન્ટ મળે છે તો તેના પર એક ટેસ્ટ કે બે વનડે મેચોનો પ્રતિબંધ લગાવવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement