શોધખોળ કરો
Advertisement
ચોથી ટેસ્ટમાં એક સદી ફટકારતાં જ કોહલી આ દિગ્ગજનો તોડી દેશે રેકોર્ડ, બની જશે આ મામલે નંબર વન ખેલાડી, જાણો વિગતે
ખરેખરમાં કોહલીએ છેલ્લે વર્ષ 2019માં નવેમ્બર મહિનામાં કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ત્યારબાદથી કોહલી 11 ઇનિંગમાં એકપણ સદી ફટકારી શક્યો નથી. હવે મોટેરાની ચોથી ટેસ્ટમાં આ બેસ્ટ મોકો છે
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટમાં વિરાટ કોહલી પાસે મોટા રેકોર્ડ સુધી પહોંચવાનો બેસ્ટ મોકો છે. ચોથી ટેસ્ટ પણ અમદવાના મોટેરા સ્ટેડિયમમાં રમાવવાની છે. કોહલી આ સીરીઝમાં બે અડધીસદી ફટકારી ચૂક્યો છે, પરંતુ જો ચોથી ટેસ્ટમાં મોટેરામાં કોહલી સદી ફટકારી દે છે તો તે કોઇ કેપ્ટન તરફથી સૌથી વધુ સદી બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.
ખરેખરમાં કોહલીએ છેલ્લે વર્ષ 2019માં નવેમ્બર મહિનામાં કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ત્યારબાદથી કોહલી 11 ઇનિંગમાં એકપણ સદી ફટકારી શક્યો નથી. હવે મોટેરાની ચોથી ટેસ્ટમાં આ બેસ્ટ મોકો છે.
કોહલી તોડી શકે પોન્ટિંગનો રેકોર્ડ.....
કોહલી મોટેરામાં સદી ફટકારી દે છે તો તે કોઇ કેપ્ટન તરફથી સૌથી વધુ સદી બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. આ રેકોર્ડ હાલ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના નામે છે. કેપ્ટન રહેતા કોહલીના નામે અત્યાર સુધી 41 સદીઓ છે, આ કોહલીની 42મી સદી હશે. વળી, ટેસ્ટમાં કોહલીની આ 28મી સદી હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement