શોધખોળ કરો

વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન

india vs ireland 2nd t20: પહેલી મેચમાં આયર્લેન્ડ સામે શરમજનક હાર બાદ, હવે 28 જૂને રમાનારી બીજી T20 મેચમાં ભારતીય ટીમ બોલિંગમાં કેટલાક ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત-આયર્લેન્ડ બીજી T20 આવતીકાલે, ભારત બદલો લેવા પ્રયાસ કરશે.
  • પ્રથમ T20માં આયર્લેન્ડે ભારતને હરાવી ઐતિહાસિક જીત મેળવી હતી.
  • ભારતીય ટીમમાં બોલિંગ ફેરફાર શક્ય, વૈભવ સૂર્યવંશીને રાહ જોવી પડશે.

india vs ireland 2nd t20: ભારત અને આયર્લેન્ડ વચ્ચે આવતીકાલે, રવિવાર 28 જૂનના રોજ બીજી T20 મેચ રમાવા જઈ રહી છે. પહેલી જ મેચમાં આયર્લેન્ડે 440 વોલ્ટનો આંચકો આપીને ટીમ ઇન્ડિયાને ખરાબ રીતે હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ આ હારનો બદલો લેવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ક્રિકેટ ફેન્સ યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ બીજી મેચમાં પણ તેને તક મળે તેવી શક્યતા નહિવત્ છે. આ મેચ માટે આયર્લેન્ડની ટીમમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી, જ્યારે ભારતીય ટીમ બોલિંગ વિભાગમાં બદલાવ કરી શકે છે. ચાલો જાણીએ આ રોમાંચક મેચ માટે બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન કેવી હોઈ શકે છે.

પહેલી મેચમાં આયર્લેન્ડનો ઐતિહાસિક વિજય

તમને જણાવી દઈએ કે, બેલફાસ્ટમાં રમાયેલી પહેલી T20 મેચમાં આયર્લેન્ડે કમાલ કરી દીધી હતી. ખતરનાક બેટ્સમેનોથી ભરેલી ભારતીય ટીમ આયર્લેન્ડ સામે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ. આયર્લેન્ડે ભારતને જીતવા માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ જવાબમાં આખી ભારતીય ટીમ 18.5 ઓવરમાં માત્ર 148 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં ભારત સામે આયર્લેન્ડની આ પહેલી ઐતિહાસિક જીત હતી.

આયર્લેન્ડની ટીમમાં ફેરફારની કોઈ શક્યતા નથી

આ સિરીઝમાં આયર્લેન્ડના 6 મુખ્ય ખેલાડીઓ રમી રહ્યા નથી, તેમ છતાં તેમના નવા અને યુવા ખેલાડીઓએ અપેક્ષા કરતા ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને, ભારતના રાજસ્થાનથી જઈને આયર્લેન્ડ તરફથી રમતા ફાસ્ટ બોલર જય મુંધરાએ તો 4 ઓવરમાં માત્ર 25 રન આપીને 2 વિકેટ ઝડપી લીધી હતી. આ શાનદાર પ્રદર્શન જોતા લાગે છે કે, આયર્લેન્ડ બીજી T20 મેચમાં પોતાની વિનિંગ ટીમમાં કોઈ જ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતરશે.

વૈભવ સૂર્યવંશીને હજુ જોવી પડશે રાહ, ટીમ ઇન્ડિયામાં બોલિંગમાં થશે ફેરફાર

ભારતીય ટીમની વાત કરીએ તો, હાર છતાં કેપ્ટન શ્રેયસ ઐયર બેટિંગ ઓર્ડરમાં કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી લાગતા. આથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાના ડેબ્યૂ માટે હજુ થોડી રાહ જોવી પડશે. જોકે, બોલિંગમાં એક ફેરફાર જોવા મળી શકે છે. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ લેગ સ્પિનર રવિ બિશ્નોઈને પ્લેઇંગ 11 માં તક આપવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ MI મોટો ધડાકો કરશે! હાર્દિક પંડ્યા સહિત આ ૫ સ્ટાર ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર?

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ 11 (Playing XI) આ મુજબ છે:

ટીમ ઇન્ડિયા: શ્રેયસ ઐયર (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, સંજુ સેમસન, તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને રવિ બિશ્નોઈ / પ્રસિદ્ધ કૃષ્ણા.

આયર્લેન્ડ: લોર્કન ટકર (કેપ્ટન અને વિકેટકીપર), ટિમ ટેક્ટર, રોસ અડાયર, હેરી ટેક્ટર, બેન્જામિન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, લિયામ મેકકાર્થી, મેથ્યુ હમ્ફ્રીસ અને જય મુંધરા.

આ પણ વાંચોઃ IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11; વૈભવ સૂર્યવંશીને મળશે તક?

Frequently Asked Questions

ભારત અને આયર્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ ક્યારે રમાશે?

ભારત અને આયર્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ આવતીકાલે, રવિવાર 28 જૂનના રોજ રમાશે. પહેલી મેચમાં આયર્લેન્ડે ભારતને હરાવ્યું હતું.

પહેલી T20 મેચમાં કોણ જીત્યું હતું?

બેલફાસ્ટમાં રમાયેલી પહેલી T20 મેચમાં આયર્લેન્ડે ભારતને 183 રનના ટાર્ગેટ સામે હરાવીને ઐતિહાસિક જીત મેળવી હતી. ભારતીય ટીમ 148 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

બીજી T20 મેચમાં ભારતીય ટીમમાં કયા ફેરફારોની શક્યતા છે?

ભારતીય ટીમ બોલિંગ વિભાગમાં ફેરફાર કરી શકે છે. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ રવિ બિશ્નોઈને તક મળી શકે છે, જ્યારે બેટિંગ ઓર્ડરમાં કોઈ ફેરફાર નહીં થાય.

શું વૈભવ સૂર્યવંશી બીજી T20 મેચમાં ડેબ્યૂ કરશે?

ના, યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની શક્યતા નહિવત્ છે. કેપ્ટન શ્રેયસ ઐયર બેટિંગ ઓર્ડરમાં કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Embed widget