શોધખોળ કરો

IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11; વૈભવ સૂર્યવંશીને મળશે તક?

india vs ireland second t20: આયર્લેન્ડ સામે પ્રથમ T20માં 34 રને શરમજનક હાર બાદ 28 જૂને રમાનારી બીજી મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફારો થઈ શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આયર્લેન્ડે ભારતને પ્રથમ T20માં હરાવ્યું, બીજી 28 જૂને.
  • ભારતીય ટીમ સંભવત: પ્લેઈંગ ઈલેવનમાં મહત્વના ફેરફાર કરશે.
  • વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ અસંભવ, પ્રિન્સ યાદવ રમી શકે છે.
  • સૂર્યાંશ શેડગે સુંદરના સ્થાને ડેબ્યૂની તક મેળવી શકે.

india vs ireland second t20: ભારત અને આયર્લેન્ડ વચ્ચેની T20 સિરીઝની બીજી મેચ 28 જૂનના રોજ બેલફાસ્ટમાં રમાવા જઈ રહી છે. પ્રથમ મેચમાં આયર્લેન્ડે ઐતિહાસિક પ્રદર્શન કરતા ટીમ ઈન્ડિયાને 34 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. આ શરમજનક હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયર અને બેટ્સમેનોની આકરી ટીકા થઈ રહી છે. ત્યારે હવે બીજી T20માં ભારતીય ટીમ મેનેજમેન્ટ પોતાની ખામીઓ સુધારીને પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક મહત્વના ફેરફારો કરી શકે છે. ખાસ કરીને 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર સૌની નજર ટકેલી છે.

શું વૈભવ સૂર્યવંશી રમશે?

લાખો ભારતીય ક્રિકેટ ચાહકો 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના ઈન્ટરનેશનલ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ લાગે છે કે આ રાહ હજુ થોડી લાંબી ખેંચાઈ શકે છે. હકીકતમાં, પ્રથમ T20 મેચ પહેલા જ કેપ્ટન શ્રેયસ ઐયર અને બેટિંગ કોચ સિતાંશુ કોટકે સ્પષ્ટ કર્યું હતું કે ટીમમાં પહેલાથી જ શાનદાર ફોર્મમાં રહેલા બેટ્સમેનો હાજર છે. એવામાં તેમને અચાનક બહાર બેસાડવા તેમના માટે અન્યાય ગણાશે.

બંનેએ સ્વીકાર્યું છે કે વૈભવ એક શાનદાર ક્રિકેટર છે, પરંતુ તેણે પોતાની તક માટે હજુ થોડી રાહ જોવી પડી શકે છે. આથી, પૂરી શક્યતા છે કે બીજી T20માં પણ વૈભવને બહાર જ બેસવું પડે.

પ્રિન્સ યાદવ અને સૂર્યાંશ શેડગે કરી શકે છે ડેબ્યૂ

બીજી મેચમાં ભારતીય બોલિંગ અને મિડલ ઓર્ડરમાં ફેરફાર જોવા મળી શકે છે:

પ્રિન્સ યાદવનું ડેબ્યૂ: પ્રથમ મેચમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે પોતાની 4 ઓવરમાં જ 57 રન લૂંટાવી દીધા હતા. જેને જોતા તેની જગ્યાએ યુવા ખેલાડી પ્રિન્સ યાદવને T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

સૂર્યાંશ શેડગેને તક: આ ઉપરાંત વોશિંગ્ટન સુંદરની જગ્યાએ સૂર્યાંશ શેડગે પણ ડેબ્યૂ કરી શકે છે. સુંદર પ્રથમ મેચમાં છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો અને માત્ર 9 રન જ બનાવી શક્યો હતો, સાથે જ બોલિંગમાં પણ તેને માત્ર 1 જ ઓવર આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા

બીજી T20 માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, સૂર્યાંશ શેડગે, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.

આ પણ વાંચોઃ MI અને RR વચ્ચે મોટી ટ્રેડિંગની ચર્ચા: હાર્દિક પંડ્યાની રાજસ્થાનમાં એન્ટ્રી? MI ને મળશે નવો કેપ્ટન!

Frequently Asked Questions

બીજી T20 મેચ ક્યારે અને ક્યાં રમાશે?

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની T20 સિરીઝની બીજી મેચ 28 જૂનના રોજ બેલફાસ્ટમાં રમાશે. પ્રથમ મેચમાં આયર્લેન્ડે ભારતને 34 રનથી હરાવ્યું હતું.

શું 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી બીજી T20માં ડેબ્યૂ કરશે?

ના, તેની શક્યતા ઓછી છે. કેપ્ટન શ્રેયસ ઐયર અને બેટિંગ કોચે જણાવ્યું છે કે હાલમાં શાનદાર ફોર્મમાં રહેલા બેટ્સમેનોને બહાર બેસાડવા અન્યાયી ગણાશે. તેને તક માટે હજુ રાહ જોવી પડી શકે છે.

બીજી T20માં ભારતીય ટીમમાં કયા ફેરફારોની અપેક્ષા છે?

બીજી T20માં ભારતીય બોલિંગ અને મિડલ ઓર્ડરમાં કેટલાક મહત્વના ફેરફારો જોવા મળી શકે છે. ટીમ મેનેજમેન્ટ પ્રથમ મેચની ખામીઓ સુધારવાનો પ્રયાસ કરશે.

બીજી T20માં કયા નવા ખેલાડીઓ ડેબ્યૂ કરી શકે છે?

બીજી T20માં પ્રિન્સ યાદવ અને સૂર્યાંશ શેડગેને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. પ્રિન્સ કૃષ્ણની જગ્યાએ અને સૂર્યાંશ સુંદરની જગ્યાએ રમી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Embed widget