IND VS NZ, 1st T20: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 રદ્દ, વેલિંગ્ટનમાં વરસાદે મજા બગાડી
IND VS NZ, 1st T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, પ્રથમ મેચ આજે વેલિંગટનમાં રમાઇ રહી છે,
LIVE
Background
IND VS NZ, 1st T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, પ્રથમ મેચ આજે વેલિંગટનમાં રમાઇ રહી છે, કીવી કેપ્ટન તરીકે વિલિયમસન છે તો ભારતીય ટીમની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે.
વરસાદના કારણે એમ્પાયરે મેચ રદ્દ કરી
વેલિંગટનમાં ભારે વરસાદ પડવાના કારણે સવારથી વાતાવરણ બગડેલુ હતુ, મેચના સમયે પણ વરસાદ બંધ ના થતા એમ્પાયરોએ, અને કેપ્ટનોએ એકબીજાના સહમતીથી મેચ રદ્દ જાહેર કરી હતી, વરસાદના કારણે મેચમાં ટૉસ પણ ન હતો થઇ શક્યો. હવે બીજી ટી20 20 નવેમ્બરે રમાશે.
વેલિંગટનમાં વરસાદ શરૂ
વેલિંગટનમાં વરસીદ શરૂ થઇ ગયો છે, હાલમાં ગ્રાઉન્ડ પર કવર આવી ગયા છે, અને પીચને કવર કરી દેવામાં આવી છે, જ્યાં સુધી આગળની નૉટિસ ના મળે ત્યાં સુધી મેચને અટકાવવામાં આવી છે.
Heavy rain around Wellington means the covers are on and the toss is delayed until further notice 🌧️ #NZvIND #CricketNation pic.twitter.com/Oogx4xE0V7
— BLACKCAPS (@BLACKCAPS) November 18, 2022
વરસાદમાં ધોવાઇ શકે છે મેચ -
વરસાની આ સંભાવના ભારતીય ટીમ અને ફેન્સ માટે ખુબ ખરાબ દેખાઇ રહી છે, વરસાદના કારણે આ મેચ ધોવાઇ શકે છે, ભારે વરસાદની સામે મેચ રદ્દ થવા સિવાય કોઇ ઓપ્શન નહીં બચી શકે. જોકે હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ આ ટી20 સીરીઝને લઇને ખુબ ઉત્સાહિત છે.
કેવી રહેશે હવામાન, વરસાદ પડશે કે નહીં ?
હવામાન રિપોર્ટનું માનીએ તો, 18 નવેમ્બરે વેલિંગટનમાં છત્રી લઇને નીકળવી પડી શકે છે, મતલબ કે અહીં વરસાદની પુરેપુરી સંભાવના છે. શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ 22 ટાક વરસાદની અહીં સંભાવના છે, અને આ રાત્રે 10 વાગ્યા સુધી આ સંભાવના વધીને 76 ટકા થઇ જશે. 12 વાગ્યા બાદ વરસાદની વધુ સંભાવના છે. વળી, 10-15 કિલોમીટરની સ્પીડથી પવન પણ ફૂંકાશે, અને તાપમાન લગભગ 20 ડિગ્રી રહેશે.
કઇ મોબાઇલ એપ પર જોઇ શકાશે મેચ
આ સીરીઝને ડિજીટલ પ્રસારણના અધિકાર અમેઝૉનની પ્રાઇમ વીડિયોની પાસે છે, આવામાં તમામ મેચોનું ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્રાઇમ વીડિયો પર જોઇ શકાશે. જોકે આ માટે ફેન્સને પૈસા પણ ખર્ચવા પડશે અને અમેઝૉનની આ ઓટીટી એપ માટે સબ્સક્રિપ્શન લેવુ પડશે.