નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
Manipur: જનતા દળ યુનાઇટેડ (JDU) નું રાજ્યમાં 2022 થી ભાજપ સાથે ગઠબંધન હતું. હવે JDU એ શાસક સરકાર પાસેથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે.

JD(U) Withdraws Support In Manipur: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળ (યુનાઇટેડ) એ બુધવારે (22 જાન્યુઆરી, 2025) મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. મણિપુરમાં સીએમ એન બિરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. એક અહેવાલ મુજબ, JDU એ ઔપચારિક રીતે મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચવાની જાહેરાત કરી છે.
જેડીયુનું 2022 થી ભાજપ સાથે ગઠબંધન હતું, પરંતુ હવે તે શાસક સરકારથી દૂર થઈ ગયું છે. 2022 માં JDUના છ માંથી પાંચ ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું હતું, જેનાથી ભાજપની સ્થિતિ વધુ મજબૂત થઈ.
સરકારની સ્થિરતા પર કોઈ અસર નહીં થાય
જેડીયુના આ પગલા છતાં, મણિપુરમાં બિરેન સિંહના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારની સ્થિરતા પર કોઈ અસર થશે નહીં. રાજ્ય વિધાનસભામાં ભાજપ પાસે મજબૂત બહુમતી છે અને તે કોઈપણ વિક્ષેપ વિના સત્તામાં રહી શકે છે.
2013માં બિહારમાં ગઠબંધન તૂટ્યું
તમને જણાવી દઈએ કે 2013 માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા પછી પહેલીવાર JDU એ ભાજપ સાથેનું ગઠબંધન તોડી નાખ્યું હતું. નીતિશ કુમારે આ નિર્ણયને સાંપ્રદાયિકતા સામેની લડાઈ ગણાવી હતી. આ પછી, JDU એ બિહારમાં એક અલગ રસ્તો અપનાવ્યો અને RJD સાથે મહાગઠબંધન બનાવ્યું. પછી 2017 માં, નીતિશ કુમારે આરજેડી અને કોંગ્રેસ સાથેનું મહાગઠબંધન તોડી નાખ્યું અને ફરીથી ભાજપ સાથે હાથ મિલાવ્યા, આ બિહારના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ માનવામાં આવતો હતો. ભાજપ અને જેડીયુએ સાથે મળીને સરકાર બનાવી અને નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા.
2022 માં ફરી ગઠબંધનનો અંત
જોકે, ઓગસ્ટ 2022 માં, JDU એ ફરી એકવાર ભાજપ સાથેનું ગઠબંધન તોડી નાખ્યું. નીતિશ કુમારે તેને ભાજપનું "ષડયંત્ર અને દબાણનું રાજકારણ" ગણાવ્યું. આ પછી, JDU એ RJD, કોંગ્રેસ અને અન્ય પક્ષો સાથે મળીને મહાગઠબંધન સરકાર બનાવી. બિહારના રાજકારણમાં, ભાજપ અને જેડીયુનું ગઠબંધન ઘણી વખત બન્યું અને તૂટી ગયું. જોકે, હાલમાં બિહારમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને જેડીયુ (જનતા દળ યુનાઇટેડ) ની ગઠબંધન સરકાર ચાલી રહી છે. જો કે, મણિપુરમાં ગઠબંધનન તોડીને જેડીયુએ અચાનક બધાને ચોંકાવી દીધા છે. તમને જણાવી દઈએ કે, હાલ જેડીયુ કેન્દ્ર સરકારમાં પણ બીજેપી સાથે ગઠબંધનમાં છે.
આ પણ વાંચો....
Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
