શોધખોળ કરો

IND vs NZ 2nd ODI: ભારત માટે કરો યા મરોનો મુકાબલો, જાણો કેવી હશે પિચ અને પ્લેઈંગ-11

ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ આવતીકાલે (27 નવેમ્બર) રમાશે. આ મેચ હેમિલ્ટનના સિડન પાર્કમાં રમાશે.

India vs New Zealand: ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ આવતીકાલે (27 નવેમ્બર) રમાશે. આ મેચ હેમિલ્ટનના સિડન પાર્કમાં રમાશે. શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ માટે આ 'કરો યા મરો'નો મુકાબલો હશે. તમને જણાવી દઈએ કે ઓકલેન્ડમાં રમાયેલી છેલ્લી ODIમાં ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું.

ભારતીય ટીમે છેલ્લી મેચમાં બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ બોલિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી. ઉમરાન મલિક સિવાય ટીમ ઈન્ડિયાના બાકીના બોલર બેરંગ દેખાતા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાની બોલિંગ અને રણનીતિ પર ખાસ કામ કરવું પડશે.

હેમિલ્ટનમાં ભારતનો ખરાબ રેકોર્ડ

આ મેદાન પર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો રહ્યો નથી. અહીં ભારતીય ટીમે 11 વનડે રમી છે, જેમાં તેને 3માં જીત અને 8માં હારનો સામનો કરવો પડ્યો છે. તેનાથી વિપરીત, આ મેદાન પર ન્યૂઝીલેન્ડે 32માંથી 23 વનડે જીતી છે. જો કે, ઓવરઓલ ODI રેકોર્ડમાં ભારતીય ટીમનો દબદબો છે. બંને વચ્ચે 111 મેચોમાં ભારતે 55 અને ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે. એક મેચ ટાઈ અને 5 મેચ અનિર્ણિત છે.

પીચ રિપોર્ટઃ આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમે પણ 363 રન બનાવ્યા છે અને 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જો કે, અહીં છેલ્લી ત્રણ મેચોમાં દરેક વખતે પ્રથમ બેટિંગ કરનારી ટીમે 300+ રન બનાવ્યા છે. અહીં 300+ રનના લક્ષ્યનો પીછો કરવો પણ મુશ્કેલ નથી. ફેબ્રુઆરી 2020 માં, ન્યુઝીલેન્ડે અહીં સરળતાથી 348 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે રવિવારે યોજાનારી મેચમાં અહીં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન : રવિવારે, બપોરથી સાંજ સુધી વરસાદની સંભાવના છે. એટલે કે વરસાદના કારણે મેચમાં વિક્ષેપ આવવાની તમામ શક્યતાઓ છે.

ટીમ ઈન્ડિયા સંભવિત પ્લેઈંગ-11: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ન્યુઝીલેન્ડના સંભવિત પ્લેઈંગ-11: ફિન એલન, ડેવન કોનવે, કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ લાથમ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ

Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

Embed widget