(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ 2nd T20 LIVE: ટીમ ઇન્ડિયાની 65 રનોથી શાનદાર જીત, સીરીઝ પર મેળવી લીડ
IND vs NZ 2nd T20 LIVE Updates: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી ટી20 મેચ બે ઓવલમાં રમાઇ રહી છે, પ્રથમ વેલિંગટન ટી20 વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી,
LIVE
Background
IND vs NZ 2nd T20 LIVE Updates: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી ટી20 મેચ બે ઓવલમાં રમાઇ રહી છે, પ્રથમ વેલિંગટન ટી20 વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, હવે આજે બન્ને ટીમો જીત માટે મેદાનમાં ઉતરશે. હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ભારતીય ટીમ અહીં ન્યૂઝીલેન્ડના પ્રવાસ છે, ભારત હાલમાં ત્રણ મેચોની ટી20 સીરીઝ રમી રહી છે.
ટીમ ઈન્ડિયાએ બીજી ટી20માં જીત
ભારતીય ટીમે બીજી ટી20માં 65 રનોથી શાનદાર જીત મેળવી છે, સ્નીપરોએ તરખાટ મચાવતા દીપક હુડ્ડાએ 4 વિકટો અને ચહલે બે વિકેટો ઝડપી હતી. કીવી ટીમ 18.5 ઓવર રમીને માત્ર 126 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે ભારતીય ટીમે સીરીઝ પર 1-0થી લીડ બનાવી લીધી છે.
A convincing victory for #TeamIndia as they beat New Zealand by 65 runs with 7 deliveries to spare.
— BCCI (@BCCI) November 20, 2022
India lead the series 1-0.
Scorecard - https://t.co/mIKkpD4WmZ #NZvIND pic.twitter.com/BQXGGGgbx5
કીવી ટીમને ત્રીજો ઝટકો
ન્યૂઝીલેન્ડને ટીમને ત્રીજી ઝટકો લાગ્યો છે, ગ્લેન ફિલિપ્સ પેવેલિયન ભેગો થયો છે, ગ્લેન ફિલિપ્સને યુજવેન્દ્ર ચહલે 12 રનના સ્કૉર પર આઉટ કરી દીધો છે, આ પહેલા ફિન એલન શૂન્ય રન અને ડેવૉન કૉન્વે 25 રન બનાવીને પેવેલિયન ભેગ થઇ ચૂક્યા છે. ટીમનો સ્કૉર 100 રનની નજીક પહોંચ્યો છે.
કીવી ટીમને ત્રીજો ઝટકો
ન્યૂઝીલેન્ડને ટીમને ત્રીજી ઝટકો લાગ્યો છે, ગ્લેન ફિલિપ્સ પેવેલિયન ભેગો થયો છે, ગ્લેન ફિલિપ્સને યુજવેન્દ્ર ચહલે 12 રનના સ્કૉર પર આઉટ કરી દીધો છે, આ પહેલા ફિન એલન શૂન્ય રન અને ડેવૉન કૉન્વે 25 રન બનાવીને પેવેલિયન ભેગ થઇ ચૂક્યા છે. ટીમનો સ્કૉર 100 રનની નજીક પહોંચ્યો છે.
કીવી ટીમની ધીમી શરૂઆત
ભારત તરફથી મળેલા 192 રનાનો વિશાળ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી કીવી ટીમ ફરી એકવાર મુશ્કેલીમાં દેખાઇ રહી છે. 6 ઓવરનો પાવરપ્લે પુરો થઇ ગયો છે, પાવરપ્લેમાં કીવી ટીમે ધીમી રમત બતાવી છે, ટીમનો સ્કૉર 6 ઓવરના અંતે 1 વિકેટના નુકશાને 32 રન પર પહોંચ્યો છે. કેન વિલિયમસન અને કૉન્વે ક્રીઝ પર છે.
ન્યૂઝીલેન્ડને પ્રથમ ઝટકો
192 રનોના પીછો કરવા ઉતરેલી કીવી ટીમને પ્રથમ ઓવરમાં જ ઝટકો લાગ્યો છે. ભુવનેશ્વર કુમારે પહેલી જ ઓવરમાં ન્યૂઝીલેન્ડના ઓપનર બેટ્સમેન ફિન એલનને શૂન્ય રને અર્શદીપ સિંહના હાથમાં ઝીલાવી દીધો હતો. ફિન એલન 0 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. અત્યારે ટીમનો સ્કૉર 3 ઓવરના અંતે 1 વિકેટના નુકશાને 13 રન પર પહોંચ્યો છે, ડેવૉન કૉન્વે 1 રન અને કેન વિલિયમસન 7 રન બનાવીને ક્રિઝ પર છે.