Shubman Gill Record: ગિલે બનાવ્યો મોટો રેકોર્ડ, આ લિસ્ટમાં થયો સામેલ
IND vs NZ, 3rd ODI: ભારતીય ઓપનર્સે શાનદાર શરૂઆત કરતાં 26 ઓવરમાં 212 રનની પાર્ટનરશિપ કરી હતી.
IND vs NZ,3rd ODI : ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે ઈન્દોરમાં રમાઈ રહી છે. મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું છે. ભારતીય ઓપનર્સે શાનદાર શરૂઆત કરતાં 26 ઓવરમાં 212 રનની પાર્ટનરશિપ કરી હતી. રોહિત શર્માં 85 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 101 રન અને શુબમન ગિલે 78 બોલમાં 13 ચોગ્ગા અને 5 છગ્ગા વડે 112 રન બનાવ્યા હતા.
ગિલે બનાવ્યો મોટો રેકોર્ડ
શુભમન ગિલ 3 મેચની દ્વીપક્ષીય વન ડે સીરિઝમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બન્યો હતો. ગિલે વર્તમાન સીરિઝમાં 360 રન બનાવ્યા છે. આ પહેલા બાબર આઝમે 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે 360 રન, ઈમ્યુઅલ કાયસે 2018માં ઝીમ્બાબ્વે સામે 349 રન, ક્વિન્ટન ડીકોકે ભારત સામે 2013માં 342 અને માર્ટિન ગપ્ટિલે 2013માં ઈંગ્લેન્ડ સામે 330 રન બનાવ્યા હતા.
ભારતે બે ફેરફાર કર્યા
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી વનડે માટે પ્લેઈંગ-11માં બે મોટા ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને ઝડપી બોલર ઉમરાન મલિક અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી છે.
ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા , શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક.
આ મેદાન પર વનડેમાં ભારતનો અજેય રેકોર્ડ છે
હોલકર સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે અને અહીં બોલરોએ બેટ્સમેનોને કાબૂમાં લેવા માટે ઘણી મહેનત કરવી પડશે. તે જોવું જોઈએ કે ઝડપી બોલરોને બીજી ઈનિંગમાં થોડી મદદ મળી શકે છે, જ્યારે સ્પિનરો મધ્ય ઓવરોમાં અસરકારક સાબિત થઈ શકે છે. ઈન્દોરનું મેદાન ભારતીય ટીમ માટે ખૂબ જ નસીબદાર રહ્યું છે કારણ કે તેણે અહીં પાંચ વનડે રમી છે અને તે તમામ જીતી છે.
સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન
વનડેમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાનના શાહિદ આફ્રિદીના નામે છે. આફ્રિદીએ 398 વનડેની 369 ઇનિંગ્સમાં બેટિંગ કરતા સૌથી વધુ 351 સિક્સર ફટકારી હતી. શાહિદ આફ્રિદી લગભગ 19 વર્ષ સુધી પાકિસ્તાન માટે રમ્યો. વનડેમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ બીજા નંબર પર છે. યુનિવર્સ બોસે 301 ODIની 294 ઇનિંગ્સમાં 331 સિક્સર ફટકારી હતી. જ્યારે શ્રીલંકાના ભૂતપૂર્વ ઓપનર સનથ જયસૂર્યાએ 445 વનડેની 433 ઇનિંગ્સમાં 270 છગ્ગા ફટકાર્યા હતા.
Shubhman gill 4th hundred 💯💯#IndvsNZ #ShubmanGill pic.twitter.com/zQtJI23svg
— calmtweets.in (@calmtweets_in) January 24, 2023