Ind vs NZ 3rd T20 : ટીમ ઈન્ડિયાએ અંતિમ ટી-20માં ન્યૂઝીલેન્ડને 73 રને હરાવી સીરીઝ પર કર્યો કબજો
Ind vs NZ 3rd T20 International, Eden Garden: ટીમ ઈન્ડિયાએ અંતિમ ટી 20માં ન્યૂઝીલેન્ડને 73 રને હરાવી સીરીઝ પર કર્યો કબજો
LIVE
Background
ભારત (IND) એ ત્રીજી T20 મેચમાં ન્યુઝીલેન્ડ (NZ) ને 73 રને હરાવી શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ તમામ વિકેટ ગુમાવીને 111 રન જ બનાવી શકી હતી.
ઈન્ડિયાએ ટી20 સિરીઝમાં ન્યુઝીલેન્ડને હરાવી ક્લીન સ્વીપ કર્યું
ભારત (IND) એ ત્રીજી T20 મેચમાં ન્યુઝીલેન્ડ (NZ) ને 73 રને હરાવી શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ તમામ વિકેટ ગુમાવીને 111 રન જ બનાવી શકી હતી.
અક્ષર પટેલે ત્રીજી વિકેટ ઝડપી
ટીમ ઈન્ડિયાની શાનદાર શરુઆત થઈ છે. અક્ષર પટેલે ભારતીય ટીમને ત્રીજી સફળતા અપાવી છે.
ઝીલેન્ડને ટીમને શરુઆતમાં બે ઝટકા
ભારતીય ટીમે શાનદાર શરુઆત કરી છે. ન્યૂઝીલેન્ડને ટીમને શરુઆતમાં બે ઝટકા આપ્યા છે. અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરતા 2 વિકેટ ઝડપી છે. મિચેલ અને ચપમેનને આઉટ કર્યા છે.
ભારતે ન્યૂઝીલેન્ડને જીત માટે 185 રનનો ટાર્ગેટ આપ્યો
ભારતે ન્યૂઝીલેન્ડને જીત માટે 185 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન રોહિત શર્માએ બનાવ્યા છે. રોહિત શર્માએ આક્રમક ઈનિંગ રમતા 56 રન બનાવ્યા હતા. ઈશાન કિશને પણ શાનદાર શરુઆત અપાવતા 29 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 25 અને વેંકટેશ અય્યરે 20 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં હર્ષલ પટેલે 18 રન અને દિપક ચહરે 21 રન બનાવ્યા હતા.
રોહિત શર્મા 56 રન બનાવી આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 56 રન બનાવી આઉટ થયો છે. ભારતીય ટીમનો સ્કોર 11.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 105 રન છે.