IND vs NZ Final : આજે ભારત-ન્યઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મુકાબલો, થઈ શકે છે રનના ઢગલા
સુર્યકુમાર યાદવે તો મેદાનમાં રીતસરનું વાવાઝોડું લાવી દીધું હતું તો બોલિંગમાં તમામ બોલર્સે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. આજે નેપિયર ખાતે ફાઈનલ મુકાબલો રમાશે.
Ind vs NZ 3rd T20 Match : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે T20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મુકાબલો રમાશે. ત્રણ મેચની શ્રેણીમાં ભારતને હાલ 1-0થી સરસાઈ હાંસલ છે. આ શ્રેણીની પહેલી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે બીજી મેચમાં ભારતે યજમાન ન્યુઝીલેન્ડને કારમો પરાજય આપ્યો હતો.
હાર્દિક પંડ્યાનીઆગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ બીજી ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સુર્યકુમાર યાદવે તો મેદાનમાં રીતસરનું વાવાઝોડું લાવી દીધું હતું તો બોલિંગમાં તમામ બોલર્સે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. આજે નેપિયર ખાતે ફાઈનલ મુકાબલો રમાશે. જેમાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે જણાઈ રહ્યું છે.
હેડ ટુ હેડ રેકોર્ડ
બંને ટીમો અત્યાર સુધીમાં 21 વાર સામસામે રમી ચુકી છે. ન્યૂઝીલેન્ડ 9 મેચ જીતી છે તો ટીમ ઈન્ડિયાએ 10 મેચ જીતી છે. 2 મેચ ટાઈ રહી છે. એટલે કે T20 ક્રિકેટમાં બંને ટીમો વચ્ચે બરાબરીનો મુકાબલો રહ્યો છે.
પિચ રિપોર્ટ
નેપિયરની મેચલિન પરિકની પીચ બેટિંગ માટે સંપૂર્ણપણે મદદગાર રહી છે. અહીં અત્યાર સુધી 4 મેચ રમાઈ ચુકી છે. જેમાં ચાર વખત 170થી વધારએ રન બન્યા છે. અહીં સૌથી વધુ સ્કોર 241 રનનો છે. આ સ્થિતિમાં આજની મેચમાં પણ રનનો વરસાદ થઈ શકે છે. જોકે આજની મેચમાં વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે. આજે નેપિયરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ટીમ ઈન્ડિયા પોસિબલ પ્લેઈંગ-11: ઈશાન કિશન, ઋષભ પંત, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
ન્યુઝીલેન્ડ પોસિબલ પ્લેઈંગ 11: ફિન એલન, ડેવન કોનવે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, મિચેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઈશ સોઢી, એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન.