શોધખોળ કરો

IND vs NZ: ભારત સામેની ટી-20 સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, વિલિયમ્સન-સાઉદી બહાર

ન્યૂઝીલેન્ડે ભારતના પ્રવાસ માટે તેની T20 ટીમની જાહેરાત કરી છે.

India vs New Zealand Team Announcement: ન્યૂઝીલેન્ડે ભારતના પ્રવાસ માટે તેની T20 ટીમની જાહેરાત કરી છે. મિશેલ સેન્ટનર ન્યૂઝીલેન્ડ માટે ટી-20 સીરીઝની કેપ્ટનશીપ કરશે. આ વખતે ટીમે બે નવા ખેલાડીઓને તક આપી છે. બેન લિસ્ટર અને હેનરી શિપલે પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ માટે ટી20 મેચ રમશે. આ સાથે ઘણા અનુભવી ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 27 જાન્યુઆરીથી ત્રણ મેચની ટી-20 સીરીઝ શરૂ થશે. આ પહેલા વનડે શ્રેણી પણ રમાશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં રમાશે. ન્યૂઝીલેન્ડે આ સીરીઝ માટે મિશેલ સેન્ટનરને કેપ્ટનશિપ સોંપી છે. આ પહેલા વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડે બેન લિસ્ટર અને હેનરી શિપલેને ટી20 સીરીઝ માટે પ્રથમ વખત તક આપી છે. આ બંને ખેલાડીઓએ ડોમેસ્ટિક મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. આ કારણથી બંનેને ભારત પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

હેનરી શિપલેના ડોમેસ્ટિક T20 રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 33 મેચમાં 28 વિકેટ ઝડપી છે. આ સાથે તેણે 20 ઇનિંગ્સમાં 298 રન પણ બનાવ્યા છે. આમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 39 રહ્યો છે. બેન લિસ્ટરની વાત કરીએ તો તેણે 39 મેચમાં 40 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 21 રનમાં 3 વિકેટ લેવાનું રહ્યું છે.

ન્યૂઝીલેન્ડની ટીમ

મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલેન, માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેન ક્લીવર, ડેવોન કૉનવે, જેકબ ડફી, લૉકી ફર્ગ્યુસન, બેન લિસ્ટર, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ રિપન, હેનરી શિપલે, ઇશ સોઢી, બ્લેયર ટિકનર.

ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ વનડે, ત્રણ ટી-20 રમશે

ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર ત્રણ વનડે અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. પ્રવાસની શરૂઆત વન-ડે શ્રેણીથી થશે અને પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે. જ્યારે બીજી વનડે 21 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી વનડે 24 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. વનડે શ્રેણી બાદ બંને દેશો વચ્ચે ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં, બીજી મેચ 29 જાન્યુઆરીએ લખનઉમાં જ્યારે ત્રીજી અને અંતિમ ટી20 મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget