IND vs NZ: ક્રાઇસ્ટચર્ચમાં ભારત પહેલીવાર રમશે વનડે, હેગલે ઓવલમાં તગડો છે ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ
આવતીકાલે રમાનારી બીજી વનડે મેચ ક્રાઇસ્ટચર્ચમાં છે, ત્યાના હેગલે મેદાન પર ભારતીય ટીમ પહેલીવાર વનડે મેચ રમાશે, આ મેદાન પર ભારત માટે જીત આસાન નહીં રહે,
IND vs NZ 3rd ODI: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચોની સીરીઝની ત્રીજી વનડે મેચ 30 નવેમ્બર, 2022એ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. શિખર ધવનની ટીમ આ મેચ જીતીને સીરીઝ 1-1 થી બરાબરી કરવા પ્રયાસ કરશે, તો સામે કેન વિલિયમસનની સેના પણ જીત મેળવીને સીરીઝ સીલ કરવાની પુરેપુરી કોશિશ કરશે. પહેલી વનડેમાં કીવી ટીમે ભારતીય ટીમને હરાવીને સીરીઝમાં લીડ બનાવી લીધી છે.
ખાસ વાત છે કે આવતીકાલે રમાનારી બીજી વનડે મેચ ક્રાઇસ્ટચર્ચમાં છે, ત્યાના હેગલે મેદાન પર ભારતીય ટીમ પહેલીવાર વનડે મેચ રમાશે, આ મેદાન પર ભારત માટે જીત આસાન નહીં રહે, કેમ કે હેગલે ઓવલમાં ન્યૂઝીલેન્ડનો વનડેમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 3 વનડે સીરીઝની બીજી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. વાસ્તવમાં ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી પાછળ છે.
માત્ર એક વનડેમાં હારી છે કીવી ટીમ -
ક્રાઇસ્ટચર્ચાના હેગલે ઓવલ મેદાન પર વનડેમાં ન્યૂઝીલેન્ડનો બેસ્ટ રેકોર્ડ રહ્યો છે. કીવી ટીમે અહીં અત્યાર સુધી 11 વનડે મેચો રમી છે, જેમાં 10 જીત અને એક માત્ર હાર મળી છે. ન્યૂઝીલેન્ડ વર્ષ 2018માં આ ગ્રાઉન્ડ પર છેલ્લે હાર્યુ હતુ. ત્યારે ઇંગ્લેન્ડની ટીમે કીવી ટીમને 7 વિકેટથી હરાવ્યુ હતુ, આમ પણ હેગલે ઓવલમાં ઓવલઓલ 15 મેચો રમાઇ છે. જેમાંથી ચાર મેચો એવી રહી છે, જેમાં ન્યૂઝીલેન્ડની ટીમ સામેલ ન હતી રહી, કીવી ટીમનો આ વખતે દમદાર રેકોર્ડને જોતા ભારતને મેચ જીતવી આસાન નહીં રહે.
Handshakes 🤝 all around after the second ODI is called off due to rain.
— BCCI (@BCCI) November 27, 2022
Scorecard 👉 https://t.co/frOtF82cQ4 #TeamIndia | #NZvIND pic.twitter.com/pTMVahxCgg
પ્લેઇંગ-11
ભારત પ્લેઈંગ ઈલેવન: શિખર ધવન (કેપ્ટન), શુબમન ગિલ, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.
ન્યૂઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન: ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરિલ મિચેલ, ટૉમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર, એમ. બ્રેસવેલ , મૈટ હેનરી, ટિમ સાઉધી અને લોકી ફર્ગ્યુસન.