શોધખોળ કરો

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે સીરીઝ માટે આજે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, શિખર ઘવનને મળી શકે છે કમાન

ટી-20 વર્લ્ડ કપ 2022નો રોમાંચ અત્યારે પૂરજોશમાં છે. પરંતુ આ દરમિયાન ન્યુઝીલેન્ડ પ્રવાસ માટેની ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવશે.

India vs New Zealand: ટી-20 વર્લ્ડ કપ 2022નો રોમાંચ અત્યારે પૂરજોશમાં છે. પરંતુ આ દરમિયાન ન્યુઝીલેન્ડ પ્રવાસ માટેની ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવશે. વાસ્તવમાં, વર્લ્ડ કપ પછી તરત જ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે અને ટી-20 સીરિઝ માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાનો છે.

ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા આજે સાંજે 6:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને ટીમ ઈન્ડિયાની જાહેરાત કરશે. અહેવાલો અનુસાર આ પ્રવાસ પર ભારતીય ટીમની કમાન શિખર ધવનને સોંપવામાં આવી શકે છે.

શિખર ધવન ટીમની કમાન સંભાળશે

ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે અને ટી-20 સીરીઝ રમવાની છે. આ સીરીઝમાં શિખર ધવન ODI ટીમની કમાન સંભાળતો જોવા મળી શકે છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયામાં રમી રહેલી વર્તમાન ભારતીય ટીમના ખેલાડીઓને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ધવન અહીં ભારતની અન્ય ટીમનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળી શકે છે.

ભારતીય ટીમ 18 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત કરશે. સમાચાર એ પણ આવી રહ્યા છે કે રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં રમતા જોવા મળશે, જોકે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. વાસ્તવમાં T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ 13 નવેમ્બરે રમાશે. આવી સ્થિતિમાં, આના માત્ર 5 દિવસ પછી ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.

ભારત વિ ન્યુઝીલેન્ડ સીરીઝ શેડ્યુલ

શુક્રવાર, નવેમ્બર 18, ભારતીય સમયઅનુસાર સાંજે 7.30 વાગ્યે : 1st T20I, સ્કાય સ્ટેડિયમ, વેલિંગ્ટન

રવિવાર, 20 નવેમ્બર, ભારતીય સમયઅનુસાર સાંજે 7.30 વાગ્યે : બીજી T20, બે ઓવલ, માઉન્ટ માઉંગાનુઇક

મંગળવાર, 22 નવેમ્બર, ભારતીય સમયઅનુસાર સાંજે 7.30 વાગ્યે : ત્રીજી T20, મેકલીન પાર્ક, નેપિયર

શુક્રવાર, નવેમ્બર 25, ભારતીય સમયઅનુસાર બપોરે 2.30  1લી ODI, ઈડન પાર્ક, ઓકલેન્ડ

રવિવાર, નવેમ્બર 27,  ભારતીય સમયઅનુસાર બપોરે 2.30 : 2જી ODI, સેડોન પાર્ક, હેમિલ્ટન

બુધવાર, 30 નવેમ્બર, ભારતીય સમયઅનુસાર બપોરે 2.30 : ત્રીજી ODI, હેગલે ઓવલ, ક્રાઈસ્ટચર્ચ  

ટી20 વર્લ્ડકપના ટૉપ આંકડાઓ - 

1. સર્વોચ્ચ સ્કૉર - દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ વિરુદ્ધ 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા. 
2. સૌથી મોટી જીત - દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 104 રનોથી હાર આપી. 
3. સૌથી વધુ રન - શ્રીલંકાના ઓપનર બેટ્સમેન કુસલ મેન્ડિસે 6 ઇનિંગોમાં 180 રન ફટકાર્યા છે. તેમાં તેની બેટિંગ એવરેજ 36 અને સ્ટ્રાઇક રેટ 156.52 ની રહી છે. 
4. સર્વશ્રેષ્ઠ ઇનિંગ - દક્ષિણ આફ્રિકાના રિલી રોસોએ બાંગ્લાદેશ વિરુદ્ધ 109 રનની ઇનિંગ રમી. 
5. સૌથી વધુ છગ્ગા - રિલી રોસો અત્યાર સુધી 8 છગ્ગા ફટકારી ચૂક્યો છે. 
6. સૌથી વધુ વિકેટ - શ્રીલંકન સ્પીનર વાનિન્દુ હસરંગાએ 6 મેચોમાં 10 વિકેટો ઝડપી છે, આ દરમિયાન તેની બૉલિંગ એવરેજ 16.30 અને ઇકોનૉમી રેટ 7.08 રહ્યો છે. 
7. સર્વશ્રેષ્ઠ બૉલિંગ - ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સેમ કરને અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં 3.4 ઓવરમાં 10 રન આપીને 5 વિકેટો ઝડપી. 
8. સૌથી બેસ્ટ વિકેટકીપિંગ - દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટૉન ડીકૉકે સ્ટમ્પની પાછળ 6 શિકાર કર્યા છે. 
9. સૌથી મોટી ભાગીદારી - દક્ષિણ આફ્રિકાના રિલી રોસો અને ક્વિન્ટૉન ડીકૉકે બાંગ્લાદેશ વિરુદ્ધ 168 રનની ભાગીદારી કરી. 
10. સૌથી વધુ કેચ - શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ 6 મેચોમાં 6 કેચ કર્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપMaharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp AsmitaMaharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદનDwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?
'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?
પેકેજ્ડ ડ્રિંક, મિનરલ વોટર છે ખતરનાક! FSSAIએ હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું
પેકેજ્ડ ડ્રિંક, મિનરલ વોટર છે ખતરનાક! FSSAIએ હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
Embed widget